Last Updated on March 5, 2021 by
દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગેવાન રાકેશ ટિકૈતે હવે સોશિયલ મીડિયા પર ધમકી આપી છે કે, દેશમાં હવે જે આંદોલન થશે તેમાં કોઈ બેરિકેડ નહીં હોય અને હશે તો તેને તોડી નાંખવામાં આવશે. ફસલ – પાકનો ફેંસલો નિર્ણય ખેડૂતોનો જ હોવો જોઈએ. સરકાર આ માટે કાયદો લાવવા કેમ તૈયાર નથી.
અચોક્કસ મુદત માટે વિરોધની તૈયારીઓ થઈ ચુકી
ટિકૈતે કહ્યુ હતુ કે, ટ્રેક્ટર ખેડૂતો માટે ટેન્ક છે અને લાંબી લડાઈ લડવા માટે દરેક ગામમાંથી એક ટ્રેકટર, 15 ખેડૂતો અને તેમના 10 દિવસની જરુર છે. આ જ ફોર્મ્યુલા પર આગળ આંદોલન ચલાવાનુ છે. ખેડૂતો જ્યાં સુધી નવા કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી હટશે નહીં અને અચોક્કસ મુદત માટે વિરોધની તૈયારીઓ થઈ ચુકી છે.
ट्रैक्टर किसानों का टैंक है। लंबी लड़ाई के लिए एक गांव, एक ट्रैक्टर 15 किसान और 10 दिन चाहिए, यह फार्मूला है। कारों से आंदोलन नहीं चला करते ।
— Rakesh Tikait (@RakeshTikaitBKU) March 5, 2021
देश में अगला जो आंदोलन होगा उसमें कहीं बैरिकेडिंग नहीं होनी चाहिए, अगर होगी तो इसे तोड़ा जाएगा। फसलों के फैसले की किसान करेगा । #FarmersProtest100Days
— Rakesh Tikait (@RakeshTikaitBKU) March 5, 2021
સરકાર ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહી
તેમણે એમ પણ કહ્યુ હતુ કે, સરકાર ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. વેપારીઓ સરકારને જે કહે છે તે જ પ્રમાણે સરકાર કામ કરે છે. પહેલા સરકારે ગોડાઉન બનાવી દીધા છે જેથી વેપારીઓ ખેડૂતો પાસેથી માલ લઈને સંઘરી શકે અને હવે તે માટેના કાયદા બનાવ્યા છે.
सरकार उद्योगपतियों के हाथ की कठपुतली बनकर काम कर रही है, व्यापारी उन्हें जो कह रहे हैं, सरकार वही कर रही है। गोदाम पहले बनवा दिए, क़ानून बाद में बनाए हैं ।#FarmersProtest100Days
— Rakesh Tikait (@RakeshTikaitBKU) March 5, 2021
સરકારે ખેડૂતો સાથે ફરી વાતચીત શરુ કરવાનો પ્રસ્તાવ લઈને આગળ આવવું પડશે
આ પહેલા ટિકૈતૈ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલન મુદ્દે સરકાર ચૂપ છે અને તેનાથી દેખાઈ રહ્યુ છે કે, સરકાર ખેડૂતો સામે કોઈ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે. સરકારે ખેડૂતો સાથે ફરી વાતચીત શરુ કરવાનો પ્રસ્તાવ લઈને આગળ આવવુ પડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31