GSTV
Gujarat Government Advertisement

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Last Updated on April 10, 2021 by

ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા કેસનો વચ્ચે કોરોના ટેસ્ટમાં પણ મોટા કૌભાંડો સામે આવી રહ્યા છે. બરેલીમાંથી કોરોના ટેસ્ટના નામે જે મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે, તે જાણીને ચોંકી ઉઠશો. બરેલીમાં એક જ મોબાઈલ નંબર પર સાત હજારથી વધારે લોકોના કોરોના ટેસ્ટ થયા છે. આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના બાદ વિભાગના અધિકારીએ જવાબ આપવામાં પાછીપાની કરી રહ્યા છે.

અધિકારીઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે

આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ ખૂબ ચર્ચામાં આવ્યુ છે. હકીકતમાં જોઈએ તો, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સાત હજારથી વધારે સેમ્પલ લેવામાં આવ્યા. આ તમામ એક જ મોબાઈલ નંબર પર નાખવામાં આવ્યા. એટલે કે, તપાસ કરાવનારા સાત હજાર લોકોનો એક જ નંબર. અધિકારીઓનું કહેવુ છે કે, જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 1 લાખથી વધારે લોકોના ટેસ્ટ થયા હશે, તેમાંથી પાંચથી સાત ટકા એવા લોકો હતા, જેમની પાસે મોબાઈલ નહોતા. કોમ્પ્યુટરમાં વિભાગ એન્ટ્રી કરવા માટે કર્મચારી પોતાનો જ કોઈ નંબર નાખી દેતા હતાં. નંબર વગરના ફોર્મ કોમ્પ્યુટર સ્વિકારતુ નથી.

કોરોનાની સ્થિતી

ઉત્તર પ્રદેશમાં કોરોના કેસની વાત કરીએ તો, અહીં એક હજારથી વધારે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 12787 નવા કેસ આવ્યા છે. જ્યારે 48 લોકોના મોત પણ થયા છે. પ્રદેશમાં એક્ટિવ કેસની સંખ્યા 58801 કેસ છે. જ્યારે સાજા થનારા દર્દીની સંખ્યા 2207 છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો