Last Updated on April 5, 2021 by
હવે વધુને વધુ લોકો ઘરોમાં રોકડ રાખવાને બદલે જરૂર પડે તો ATMમાંથી રોકડ ઉપાડવાનું પસંદ કરે છે. હવે આવી સ્થિતિમાં જો એટીએમમાંથી ફાટેલી-તૂટેલી નોટ બહાર આવે છે, તો તમારે શું કરવું તે સમજાતું નથી. ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે આ તૂટેલી ચલણી નોટોનું શું કરવું. ઘણી વખત લોકો આ ફાટેલી નોટોને ઘરે રાખે છે અથવા બિન-અધિકૃત નોંધ વિનિમયની દુકાનો પર નુકસાન ઉઠાવીને બદલી લે છે. ચાલો તમને જણાવીએ કે જો ATMમાંથી આવી ફાટેલી નોટ મળે તો શું કરવુ જોઈએ ?
આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંક નોટ બદલવાનો ઇનકાર કરી શકશે નહીં
જો તમને એટીએમમાંથી ફાટેલી-તૂટેલી નોટો મળી છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ નોટોને સરળતાથી બદલી શકો છો અને સારી ચલણી નોટો લઈ શકો છો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના નિયમો અનુસાર બેંકોને ATMમાંથી નીકળતી ફાટેલી ચલણી નોટો બદલવી પડશે. ન તો સરકારી બેંકો (PSBs) આનો ઇનકાર કરી શકે છે અને ન તો ખાનગી બેંકો. રિઝર્વ બેંક દ્વારા એપ્રિલ 2017 માં જારી કરવામાં આવેલા માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું હતું કે તમામ બેન્કો તેમની શાખાઓમાં તમામ ગ્રાહકોને ફાટેલી નોટોને મનાઈ કર્યા વગર બદલી આપવામાં આવશે. જો કે, આ માટે તમારે કેટલીક વિગતો પ્રદાન કરવી પડશે.
રાહ જોવડાવવા પર કરી શકો છો પોલિસ ફરીયાદ, થશે દંડ
બેંક પાસેથી નોટ બદલવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. જો કોઈ બેંક તમને વધારે રાહ જોવડાવે અથવા નોટ બદલવાછી મનાઈ કરે તો તમે પોલિસ ફરીયાદ કરી શકો છો. રિઝર્વ બેંક અનુસાર આવુ કરનાર બેંક પર 10 હજાર રૂપિયાનો દંડ થશે. હવે સમજીએ કે બેંક પાસેથી કેવી રીતે ફાટેલી-તૂટેલી નોટો બદલી શકો છો. સૌથી પહેલા તમારે કૈશ ઉપાડવા માટે ઉપયોગ કરાયેલા ATMની બેંક પર જવુ પડશે. ત્યારબાદ બેંકને એક એપ્લીકેશન આપવી પડશે.
એપ્લીકેશનમાં પૈસા ઉપાડયાની તારીખ, સમય અને ATMનું લોકેશનનો બ્યોરા આપવો પડશે. ATMમાંથી પૈસા ઉપાડવા પર મળેલી સ્લિપની કોપી પણ એપ્લીકેશન સાથે લગાવવી પડશે. જો તમારી પાસે સ્લિપ નથી તો મોબાઈલ પર આવેલી ટ્રાંઝેક્શન ડિટેલ્સ આપવી પડશે. એપ્લીકેશન જમા કરતા જ બેંક અધિકારી અકાઉન્ટ ડિટેલ્સને વેરિફાય કરશે. ત્યારબાદ તમારી પાસેથી ફાટેલી-તૂટેલી નોટો લેશે અને તેના બદલામાં નવી નોટો આપશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31