Last Updated on March 14, 2021 by
યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (UFBU)ના આહવાન પર 2 સરકારી બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં સોમવારથી બે દિવસની હડતાલ કરશે. હડતાલ બે દિવસની છે પરંતુ બેંક શનિવારથી જ બંધ છે. મહિનાના બીજો શનિવાર હોવાના કારણે 13 માર્ચે બેંક બંધ હતી. આજે 14 માર્ચે રવિવાર છે જેથી બેંક બંધ છે.
15-16 માર્ચે હડતાલ હોવાથી બેંક બંધ રહેશે. જો હડતાલના કારણે 15-16 માર્ચે બેંકની શાખાઓ સમગ્ર રીતે બંધ રહી તો, બેંક શાખાઓમાં કામકાજ ઠપ રહ્યા તેને સતત ચાર દિવસ થશે. જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં રજુ થયેલા બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સાર્વજનિક ક્ષેત્રના 2 બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.
SBIના કાર્ય પર પણ થશે અસર
રિપોર્ટ મુજબ SBIએ કહ્યુ કે, આ હડતાલથી બેંક શાખાઓમાં થનારા કામ પર અસર થઈ શકે છે. જોકે, બેંકે એ પણ કહ્યુ કે, બ્રાંચ અને ઓફિસોમાં સામાન્ય કામકાજ સૂનિશ્ચિત રૂપથી ચાલતુ રહે તે માટે અમે વ્યવ્સ્થા કરી છે. પરંતુ તૈયારીઓ કરાઈ હોવા છતા પણ હડતાલખી કામકાજ પર અસર થઈ શકે છે.
આ સેવાઓ રહેશે ચાલૂ, ન લો ટેંશન, આવી રીતે કરી શકો છો ટ્રાન્ઝેક્શન
બેંક સંગઠનોની હડતાલ અને વીકેંડના કારણે બેંકની શાખાઓ ભલે સતત મંગળવાર સુધી બંધ હી શકે છએ. પરંતુ તમારી પાસે પેમેન્ટ ટ્રાન્ઝેકશનના અન્ય પણ કેટલાક વિકલ્પો છે. તમે કોઈપણ પ્રકારના પેમેન્ટ અથવા પૈસાના ટ્રાન્ઝેકશન માટે તમે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી સેવાઓનો ઉપયોગ કરી શકો છો. દરેક બેંક તરફથી મોબાઈલ એપ સેવાઓ છે. આ સેવાઓ પર હડતાલની કોઈ અસર થશે નહિ.
UPI પેમેન્ટ સર્વિસીસ દ્વારા પણ ટ્રાંન્ઝેકશન કરી શકો છો. તો તમે મેટ બેંકિંગ સેવાઓનો પણ ઉપયોગ કરી શકો છો. ATM પર પણ આ હડતાલની કોઈ અસર નહિ થાય. મોબાઈલ એપ દ્વારા તમે બેંકની કોઈપણ સ્કીમમાં રોકાણ કરી શકો છો. જો તમે કોઈ FD ખોલવા માંગો છો અથવા કોઈ અન્ય સાવધિક જમા યોજનામાં પૈસા જમા કરવા માંગો છો તો… લોનનો હપ્તો ભરવો હોય અથવા ક્રેડિટ કાર્ડનું બિલ વગેરે, તમે મોબાઈલ એપની મદદથી કરી શકો છો.
SBI યૂઝર્સ ધ્યાન આપે
જો તમારુ ખાતુ SBIમાં છે તો રવિવારે 14 માર્ચે તમે UPI પેમેન્ટ નહિ કરી શકો. SBI USERSને UPI Payment કરવામાં પરેશાની થઈ શકે છે. દેશના સૌથી મોટી સરકારી બેંક SBIએ આ સંબંધિત સૂચના ટ્વિટ કરીને માહિતી આપી છે. જે અનુસાર ગ્રાહકના અનુભવને સારો બનાવવા માટે 14 માર્ચે બેંક પોતાના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે.
બેંકે કહ્યુ કે, 14 માર્ચે અપગ્રેડેશનને જોતા SBI કસ્ટમર્સને બેંકના UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં પરેશાની થઈ શકે છે. જોકે, બેંક તરફથી તેના વિકલ્પ પણ બતાવામાં આવ્યા છે. યૂઝર્સ આ દરમ્યાન Yono App, Yono Lite App,SBI Net banking અથવા ATMનો ઉપયોગ કરી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31