GSTV
Gujarat Government Advertisement

બેંક હડતાળ: લાંબા સમય સુધી બેંક કર્મચારીઓ ઉતરી શકે છે હડતાળ પર, ઝડપીથી પતાવી લો આ કામ

Last Updated on April 6, 2021 by

સરકાર દ્વારા દેશમાં કેટલીક બેંકોના ખાનગીકરણ તેમજ કેટલીક બેંકો બંધ કરી દેતા બેંક કર્મચારીઓ છેલ્લાં લાંબા સમયથી સરકારની સામે વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં બેંક કર્મચારીઓ હવે આ આંદોલનને વધારે લાંબા સમય સુધી ચલાવવા માંગે છે. બેંક યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેંકોના ખાનગીકરણ મામલે અખિલ ભારતીય બેંક કર્મચારી સંધ દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં બેંક કર્મચારીઓ લાંબા સમય સુધી હડતાળ પર ઉતરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર અખિલ ભારતીય બેંક કર્મચારી સંધ પરિષદ (AIBEA)એ દેશ ભરના અલગ-અલગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી સમયમાં આંદોલન તેજ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના જેટલા પણ બેંકો ના સંગઠનો છે જે બધાં સાથે મળી કેન્દ્ર સરકાર સામે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.

હડતાળના કારણે કરોડોનું નુકસાન

બેંકોના ખાનગીકરણ મામલે બેંક યુનિયન દ્વારા પહેલા પણ 15 અને 16 માર્ચે બે દિવસ માટે રાષ્ટ્રીય હડતાળ કરવામાં આવી હતી. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હડતાળના પ્રથમ દિવસે 16,500 કરોડના ચેક અટકી પડ્યા હતા.જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

કર્મચારીઓનો વિરોધ કેમ ?

AIBEA આ મામલે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકો શિક્ષિત યુવાનોને કાયમ માટે રોજગારી પૂરી પાડે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે નવી ખાનગી બેંકોના કર્મચારીઓની હાલત કેવી છે. બેંકોમાં નોકરીની કોઈ ગેરંટી નથી. ખાનગીકરણના કારણે યુવા કામદારો ગુલામ બનશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો