Last Updated on March 26, 2021 by
સરકારી બેંકોના ખાનગીકરણને લઇ બેન્ક કર્મીઓ સતત વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઈન્ડિયાનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે.
1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલ બજેટમાં બેન્કોના ખાનગીકરણની ઘોષણા કરવામાં આવી હતી. હાલમાં, નાણાકીય વર્ષ 2021-22માં જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણ માટેની યોજના છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ખાનગીકરણની લિસ્ટમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંકનું નામ છે. જોકે, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બે બેંકોનું ખાનગીકરણ
4 બેંકોમાંથી 2નું નાણાકીય વર્ષ 2021-22માં ખાનગીકરણ થવાનું છે. બેન્કિંગ ક્ષેત્રમાં, સરકાર ખાનગીકરણના પ્રથમ તબક્કા હેઠળ મધ્ય-કદ અને નાની બેંકોમાં ભાગીદારી વેચવાનું વિચારી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકો પર પણ દાવ લગાવી શકે છે.
વીએમ પોર્ટફોલિયો ના રિસર્ચ હેડ વિવેક મિત્તલે જણાવ્યું કે સરકાર દેશમાં માત્ર 5 બેંકો રાખવા માંગે છે. અન્ય બેંકોનું મર્જર થવું અથવા તેને પ્રાઇવેટ કરી દેવામાં આવશે. કહેવામા આવી રહ્યું છે કે સરકાર મર્જર કરાવશે જેઓનું એક્સપોઝર આખા દેશમાં છે.
ગ્રાહકો પર વધુ અસર ન થાય
બેંકોના ખાનગીકરણનો વિરોધ કરી રહેલા કર્મચારીઓ ગયા દિવસે બે દિવસ હડતાલ પર હતા. બેન્કરો પર સંભવિત અસર અંગે પણ ગ્રાહકોમાં શંકાનું વાતાવરણ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે જાહેર ક્ષેત્રની બેંકોને ખાનગી બનાવીને ગ્રાહકો પર કોઈ ખાસ અસર નહીં થાય. બેંકની સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે અમે સરકાર સાથે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે ચર્ચા કરી રહ્યા છે. અને પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે બેંકોના નાણાકીય સ્થિતિમાં સુધારો કરવો તે અમારી પ્રાથમિકતા છે. આરબીઆઈ કિંમત અને નાણાકીય સ્થિરતા જાળવી રાખતા અર્થતંત્રમાં પુનરુદ્ધાર માટે તેના તમામ નીતિગત પગલાનો ઉપયોગને લઇ પ્રતિબદ્ધ છે.
Read Aslo
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31