Last Updated on March 20, 2021 by
જો તમે બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના ગ્રાહકોને 21 એપ્રીલ 2021 પહેલા કાર્ડ શિલ્ડ એપ્લિકેશનને અપડેટ કરવાની અપીલ કરી છે. જો કસ્ટમર એવું નહી કરે તો આગામી 22 માર્ચથી આ કાર્ડ કામ નહી કરે. બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેંડલ પરથી આ જાણકારી આપી છે.
ડેબિટ કાર્ડ પર મોનિટરિંગ અને કંટ્રોલની સુવિધા મળે છે
બેંકના ગ્રાહકોએ ડેબિટ કાર્ડ પર મોનિટરિંગ અને કંટ્રોલની સુવિધા મળે છે. બેંકે હવે આ સર્વિસને BOI મોબાઈલ એપ અને ઈન્ટરનેટ બેંકિંગ સાથે ઈન્ટિગ્રેટ કરી દીધી છે. તેથી ગ્રાહકો હવે બેંકની મોબાઈલ એપનો ઉપયોગ કરે.
Notice for Termination of Card Shield Application for Debit card!
— Bank of India (@BankofIndia_IN) March 19, 2021
Link to download BOI Mobile Banking app below:
Playstore: https://t.co/37lBFQ6d2i
Appstore: https://t.co/GPQaMr38Hx pic.twitter.com/X0ucNlqbZU
કાર્ડશિલ્ડ દ્વાર યૂઝર્સ પોતાના કાર્ડ પર સંપૂર્ણ કંટ્રોલ રાખી શકે
ઉલ્લેખનિય છે કે, કાર્ડશિલ્ડ દ્વાર યૂઝર્સ પોતાના કાર્ડ પર સંપૂર્ણ કંટ્રોલ રાખી શકે છે. તેનાથી યૂઝર્સને ખ્યાલ આવી જાય છે કે તેમના ડેબિટ કાર્ડનો ક્યાં, કેવી રીતે અને કેટલો ઉપયોગ કરવાનો છે. જો કસ્ટમરનું કાર્ડ મિસપ્લેસ થઈ જાય છે તો બેંકનાની આ એપની મદદથી કાર્ડ ઓફ કરી શકાય છે. ઓનલાઈન ટ્રાંઝેક્શન થવા પર ગ્રાહકોને નોટિફિકેશન મળશે. આ કાર્ડની લિમિટ પણ નક્કી કરી શકાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31