Last Updated on April 4, 2021 by
જો તમે બેન્ક ઑફ ઇન્ડિયાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે 17 દિવસ પછી આ સરકારી બેન્કની એક ખાસ સેવા બંધ થઈ રહી છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને જણાવ્યું છે કે 21 એપ્રિલ 2021ના રોજથી કાર્ડ શીલ્ડ એપ્લિકેશન કામ નહીં કરે. જેથી સેવા બંધ થાય તે પહેલાં જ આ એપને અપડેટ કરી લો. જો આવું નહીં કરવામાં આવે તો આ એપ દ્વારા તમે ડેબિટ કાર્ડને કંટ્રોલ નહીં કરી શકો. બેન્કે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
બેન્ક ઑફ ઇન્ડિયાએ ટ્વિટમાં જણાવ્યું છે કે, બેન્કે ડેબિટ કાર્ડ શીલ્ડ એપ્લિકેશન આપી છે, જેના દ્વારા ડેબિટ કાર્ડ ધારકો પોતાના ડેબિટ કાર્ડને મોનિટર અને કન્ટ્રોલ કરી શકે છે. બેન્કે BOI મોબાઇલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન સાથે ડેબિટ કાર્ડ શીલ્ડ એપ્લિકેશનને ઇન્ટિગ્રેટ કરી છે. બેન્કે પોતાના ટ્વિટમાં પ્લેસ્ટોર અને એપસ્ટોર પરથી BOI મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન લિંક પણ કરી છે. ગ્રાહક ત્યાંથી મોબાઇલ બેન્કિંગ એપ ડાઉનલોડ કરી શકે છે.
21 એપ્રિલથી ડેબિટ કાર્ડ શીલ્ડ એપ કામ નહીં કરે
બેન્કે જણાવ્યું છે કે, ડેબિટ કાર્ડ શીલ્ડનો ઉપયોગ કરનાર તમામ ડેબિટ કાર્ડધારકોને વિનંતી છે કે ડેબિટ કાર્ડ સેવા એપનો લાભ મેળવવા માટે મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેન્કિંગ ડાઉનલોડ કરો. કાર્ડ શીલ્ડ એપ 21 એપ્રિલ 2021ના રોજથી ઉપલબ્ધ નહીં હોય.
શું છે કાર્ડ શીલ્ડ એપના લાભ?
કાર્ડ શીલ્ડ હેઠળ ગ્રાહકો તેમના કાર્ડને કન્ટ્રોલ કરી શકે છે. ડેબિટ કાર્ડનો ક્યારે, ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો છે, આ એપ્લિકેશનની મદદથી ગ્રાહક નિર્ણય લઇ શકે છે. જો તમારું કાર્ડ ગુમ થઈ જાય છે, તો આ એપ્લિકેશનની મદદથી કાર્ડને ઓફ કરી શકાય છે. ઓનલાઇન ટ્રાન્જેક્શન થવા પર તમને નોટિફિકેશન મળશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31