GSTV
Gujarat Government Advertisement

BoBના ગ્રાહકો માટે ખુશખબર : હવે કોઇ પણ સમસ્યાનું ઘરે બેઠા જ કરો સમાધાન, બસ સેવ કરી લો આ નંબર

Last Updated on March 3, 2021 by

દેશની સરકારી બેંક BOB (Bank of Baroda) એ પોતાના ગ્રાહકો માટે મોટી સુવિધા આપી છે. જો તમને બેંકિંગ સુવિધાઓ સાથે જોડાયેલી કોઇ પણ કામગીરીથી મુશ્કેલી અથવા કન્ફ્યુઝન છે તો તમારે હવે બેંક જવાની જરૂરિયાત નથી. બેંકે પોતાના ગ્રાહકોની મુશ્કેલીઓને દૂર કરવા માટે 2 નંબર શેર કર્યા છે. આ નંબરોના આધારે તમે 24 કલાક સેવાનો લાભ લઇ શકો છો. તમને જણાવી દઇએ કે, આ નંબર પર માત્ર મિસ કોલ અથવા તો મેસેજ કરીને જ જાણકારી મળી જશે.

Bank of Baroda

તમને જણાવી દઇએ કે, આ સુવિધાનો ફાયદો લેવા માટે તમારો મોબાઇલ નંબર તેમાં રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. તારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 84680-01111 નંબર પર માત્ર મિસ કૉલ કરવાનો રહેશે. જ્યાર બાદ તમને તમારા ખાતાના બેલેન્સ વિશેની જાણકારી મળી જશે.

Balance Inquiry – 84680 01111
Mini Statement – 84680 01122
Toll Free Number 24*7 – 1800 258 44 55/1800 102 44 55

આ સિવાય વધારે જાણકારી માટે તમે આ વેબસાઇટ https://www.bankofbaroda.in/contact-us.htm ને ઓપન કરી શકો છો.

Bank of Baroda

કેવી રીતે SMS સેવાનો ફાયદો ઉઠાવી શકશો?

તમને જણાવી દઇએ કે, તમે SMS સેવાનો ફાયદો લેવા ઇચ્છો છો તો તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર 84680-01122 પર BAL < space > સાથે પોતાના બેંક ખાતાના અંતિમ 4 નંબર સાથે મોકલી દો. તમે આ જ નંબર પર MINI < space > અને એકાઉન્ટના અંતિમ 4 નંબર મોકલીને મિની સ્ટેટમેન્ટ પણ મેળવી શકો છો.

1 માર્ચથી થયા છે આ મોટા ફેરફાર

તમને જણાવી દઇએ કે, 1 માર્ચ 2021થી વિજયા બેંક (Vijaya Bank) અથવા દેના બેંક (Dena Bank) ના IFSC Code બદલાઇ ગયા છે. BoB માં થયેલા મર્જર બાદ આ બંને બેંકોના કોડ બદલાઇ ગયા છે તો તમે જલ્દીથી પોતાના IFSC કોડને અપડેટ કરી લો. નહીં તો તમને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરવામાં મુશ્કેલી થઇ શકે છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો