Last Updated on April 5, 2021 by
જો તમારું પણ બેંક ઓફ બરોડમાં અકાઉન્ટ છે અને તમે ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. બેંક તરફથી દેશના કરોડો ગ્રાહકો માટે એક અલર્ટ જાહેર કર્યું છે, જેમાં લાલ, પીળા અને લીલા રંગ દ્વારા પાસવર્ડનું ગણિત સમજાવવામાં આવ્યું છે.
બેંકે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. બેંકે જણાવ્યું કે પાસવર્ડ રાખતા સમયે જો લીલો કલર થાય છે, તો તેનો અર્થ થાય છે કે તમારો પાસવર્ડ સુરક્ષિત છે. તેના માટે તમારે અપરકેસ લેટર, લોઅરકેસ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર્સ નાંખી એક પાસવર્ડ બનાવવો પડશે, ત્યારે જ તે સ્ટ્રોંગ થશે. પાસવર્ડ બનાવતા સમયે એક ગ્રીન માર્કને ધ્યાન રાખવું જરૂરી હોય ચે.
લાલ, પીળા અને લીલા રંગનો શું અર્થ?
બેંક ઓફ બરોડાના લીલા રંગની ચેતવણીનો અર્થ છે કે તમારો પાસવર્ડ સ્ટ્રોંગ છે. તે સિવાય પીળા રંગનો અર્થ તમારો પાસવર્ડ એવરેજ છે. જ્યારે લાલ રંગનો અર્થ છે કે પાસવર્ડ નબળો છે.
બેંકે તાજેતરમાં જ શરૂ કરી આ સેવા
બેંક ઓફ બરોડાએ Whatsapp પર બેંકિંગ સેવા શરૂ કરી છે. હવે તમે વ્હોટ્સઅપના ચેટ બોક્સમાં બેંકિંગ સાથે સંબંધિત તમામ જાણકારી મેળવી શકશો. તેના માટે તમારે બેંક દ્વારા પર મેસેજ કરવાનું રહેશે. બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નંબર 8433 888 777 પર પોાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ‘Hi’ લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તમે WhatsApp દ્વારા બેંકિંગની સુવિધાનો ઉપયોગ કરી શકશો.
Also Read
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31