GSTV
Gujarat Government Advertisement

આ બેન્ક આપી રહી છે સસ્તામાં ફ્લેટ, આવસીય મકાન! દુકાન અને ઘણું બધું, 26 તારીખ સુધી છે મોકો, જાણો સમગ્ર વિગત

ફ્લેટ

Last Updated on March 23, 2021 by

જો તમે કોઈ સસ્તું ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સારો મોકો છે. કેનેરા બેન્ક ઘણી પ્રોપર્ટની હરાજી કરવા જઈ રહી છે. એમાં રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી સામેલ છે. તો તમે આ સમયે ઓછા પૈસામાં પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકો છો. જણાવી દઈએ કે આ એ પ્રોપર્ટી છે જે ડિફોલ્ટ લિસ્ટમાં આવી ગઈ છે.

બેંકે ટ્વીટ કરી આપી જાણકારી

બેન્ક દ્વારા ટ્વીટર પર આપવામાં આવેલી જાણકારી મુજબ, મેઘા ઈ-ઓક્શનનું આયોજન 26 માર્ચના રોજ થશે. જણાવી દઈએ કે પહેલા ચરણની હરાજી 16 માર્ચે થઇ હતી. જેમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ, આવાસીય ઘર ઓફિસ, ઇન્ડસ્ટ્રીયલ જમીન, ભવન અને ખાલી સાઈટ સામેલ હતી. બેન્ક તરફથી સમય-સમયે ડિફોલ્ટર પાસે રિકવરી માટે મોર્ગેન પ્રોપર્ટીની હરાજી કરવામાં આવે છે.

આ રીતે કરવાનું રહેશે આવેદન

બેંકે ટ્વીટ કરી કહ્યુ કે, સમગ્ર ભારતમાં પ્રમુખ શહેરોમાં સંપત્તિ ખરીદવા માટે આ મોકોનો ફાયદા ઉઠાવો. એટલે તમે સસ્તામાં ઘર, એપાર્ટમેન્ટ અને જમીન માલિક બની શકો છો. ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન આવેદન કરી શકો છો. તમારે કેનેરા બેન્કની પર કેવાયસીની આખી ડીટેલ માટે ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે.

ઓક્શન માટેની વધુ જાણકારી માટે તમે આ લિંક પર વિઝીટ કરી શકો છો

ટ્વીટર હેન્ડલ પર બેન્ક દ્વારા આપવામાં આવેલઈ માહિતી મુજ, ઇચ્છુક ગ્રાહક સંપત્તિની જાણકારી માટે કેનેર બેન્કની કોર્પોરેટ વેબસાઈટ
https://canarabank.com પર જઈ શકે છે. બેંકે કહ્યું કે, ગ્રાહક અમારી કોર્પોરેટ વેબસાઈટ https://canarabank.com > ટેન્ડર > વેચાણ સૂચના અને અમારી હરાજી સેવા પાર્ટનર પર સંપર્ક કરી શકે છે. એ ઉપરાંત નીચેની વેબસાઈટ પરથી પણ માહિતી મેળવી શકે છે.

  • https://indianbankseauction.com (M/S Canbank Computer Services Ltd)
  • https://canarabank.auctiontiger.net (M/S E Procurement Technologies Pvt Ltd)
  • https://bankeauctionwizard.com (M/S Antares System Ltd)
  • https://ibapi.in (M/S MSTC Ltd) (e-Bkraya)
  • https://bankeacutions.com (M/S C1 India Pvt Ltd)

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો