GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ એપ્રિલમાં અડધોઅડધ મહિનો બેંકો રહેશે બંધ, રજાઓનું લિસ્ટ ચેક કરી લો નહીંતર ખાવા પડશે ધરમધક્કા

બેંકો

Last Updated on March 29, 2021 by

નવું નાણાકીય વર્ષ 2021-22 એપ્રિલ 1 થી શરૂ થઈ રહ્યું છે. ભારતમાં ખાનગી અને જાહેર બેંકો એપ્રિલ 2021 માં કુલ 15 દિવસ બંધ રહેશે. 9 દિવસ વિવિધ બેંક હોલીડેને કારણે બંધ રહેશે. રજાઓ સિવાય, દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. તેથી, એપ્રિલ 2021માં જો આપણે શનિવાર અને રવિવાર ઉમેરીએ, તો બેંકો કુલ 15 દિવસ માટે બંધ રહેશે. જણાવી દઇએ કે ચોથા શનિવાર અને હોળીને લીધે, 27 માર્ચથી 29 માર્ચ સુધી બેંકો બંધ છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની (આરબીઆઈ) વેબસાઇટ અનુસાર, એપ્રિલ 2021 માં બેંક રજાઓમાં રામ નવમી, ગુડ ફ્રાઈડે, બિહુ, બાબુ જગજીવન રામનો જન્મદિવસ અને અન્ય ઘણા તહેવારોનો સમાવેશ થાય છે. તમિળ નવું વર્ષ પણ છે. બેંકનો પ્રથમ વર્કિંગ ડે એપ્રિલના પહેલા અઠવાડિયામાં 3 એપ્રિલે રહેશે. એટલે કે, 1 એપ્રિલ અને 2 એપ્રિલે બેંકોમાં કોઈ કામ થશે નહીં.

બેંકો

ચાલો જાણીએ કે એપ્રિલમાં કયા દિવસોમાં બેંકો બંધ રહેશે.

>> 1 એપ્રિલ – બેંકોના વાર્ષિક એકાઉન્ટ્સ ક્લોઝિંગના કારણે સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.

>> 2 એપ્રિલ- ગુડ ફ્રાઇડે પર આઇઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાન, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટણા, રાયપુર, રાંચી, શિલોંગ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.

>> 5 એપ્રિલ – બાબુ જગજીવન રામના જન્મદિવસ નિમિત્તે હૈદરાબાદમાં બેંક બંધ રહેશે.

>> 6 એપ્રિલ – તમિલનાડુ વિધાનસભા 2021 ની સામાન્ય ચૂંટણી છે. તેથી, ચેન્નાઇમાં ખાનગી અને જાહેર બેંકોમાં કોઈ કામ થશે નહીં.

બેંકો

>> 13 એપ્રિલ – ગુડી પડવા, તેલુગુ નવું વર્ષ, ઉગાડી પર્વ, સાજીબુ નોંગામ્પંબા (ચીરોબા), પ્રથમ નવરાત્રી, બૈશાખી પર બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ અને કાશ્મીર, મુંબઇ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.

>> 14 એપ્રિલ – ડો બાબાસાહેબ આંબેડકર જયંતિ / તામિલ નવા વર્ષનો દિવસ / વિશુ / બીજુ મહોત્સવ / ચિરોબા / બોહાગ બિહુના કારણે અગરતાલા, અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નઈ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, પનાજી, પટણા, રાંચી, શ્રીનગર અને તિરુવનંતપુરમાં બેંકોમાં કામકાજ થશે નહીં.

>> 15 એપ્રિલ – હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષનો દિવસ, બોહાગ બિહુ, સિરહુલ નિમિત્તે અગરતલા, ગુવાહાટી, કોલકાતા, રાંચી અને સિમલામાં બેંકો બંધ રહેશે.

બેંકો

>> 16 એપ્રિલ – ગુહાહાટીમાં બોહાગ બિહુ નિમિત્તે બેંક બંધ રહેશે.

>> 21 એપ્રિલ- અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દહેરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઇ, નાગપુર, પટના, રાંચી અને શિમલામાં રામ નવમી અને ગરિયા પૂજા પ્રસંગે બેંકો બંધ રહેશે.

રવિવાર સિવાય, બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. 4, 11, 18 અને 25 એપ્રિલે તે રવિવાર છે જ્યારે 10 એપ્રિલ અને 24 એપ્રિલે બીજા અને ચોથા શનિવારના કારણે બેંક બંધ રહેશે.

આ દિવસોમાં બેંકની શાખાઓ બંધ રહેશે, પરંતુ મોબાઇલ અને ઇન્ટરનેટ બેંકિંગ રાબેતા મુજબ કાર્યરત રહેશે. ગ્રાહકો ઑનલાઇન ટ્રાંઝેક્શન કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો