Last Updated on March 27, 2021 by
જો તમારે બેંક સાથે જોડાયેલું કોઈ કામ હોય તો તમારે 4 એપ્રીલ 2021 સુધી રાહ જોવી પડશે. આજે 27 માર્ચથી લઈને 4 એપ્રીલ વચ્ચે બેંક બંધ રહેશે. આ દરમયાન બે દિવસ સુધી બેંકો ખુલશે. પરંતુ આ દિવસે તમે જાણીને પણ કામ નહીં કરી શકો. આજથી દેશના તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોમાં રજા છે. તેવામાં હવે તમારા અટકાયેલા કામ આવતા સપ્તાહે જ થશે. જણાવી દઈએ કે 27 માર્ચના રોજ મહીનાના ચોથા શનિવાર હોવાના કારણે દેશમાં બેંકોની રજા છે. તે બાદ રવિવારે બેંકોની રજાનો દિવસ આવે છે. તો સોમવારે હોળીના કારણે બેંકો બંધ રહેશે.
30 માર્ચ અને 3 એપ્રીલના રોજ બેંકમાં કામકાજ થશે. 31 માર્ચના રોજ બેંકમાં રજા તો નહીં હોય પરંતુ કામકાજ થશે નહીં. નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાના કારણે ગ્રાહકો સાથે જોડાયેલા કામકાજ નહીં થઈ શકે. તેવામાં તમારે બેંકો સાથે જોડાયેલા કામો રજા પ્રમાણે મેનેજ કરવાના રહેશે.
આ રહ્યું સમગ્ર લીસ્ટ
- 27 માર્ચ – છેલ્લો શનિવાર
- 28 માર્ચ – રવિવાર
- 29 માર્ચ – હોળી
- 30 માર્ચ – પટણામાં બેંકો બંધ રહેશે
- 31 માર્ચ – છેલ્લું નાણાકીય વર્ષ
- 1 એપ્રીલ, ગુરૂવાર – ઓડિસા ડે, બેંકોને વર્ષના એકાઉન્ટ્સનું ક્લોઝિંગ યર
- 2 એપ્રીલ, શુક્રવાર – ગુડ ફ્રાઈડે
- 4 એપ્રીલ, રવિવાર – ઈસ્ટર
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31