Last Updated on March 27, 2021 by
જો તમારે બેંક સાથે જોડાયેલ કોઇ કામ છે તો હવે તમારે 4 એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે. આજે 27 માર્ચથી લઇને 4 એપ્રિલ સુધી બેંકો બંધ રહેશે. આ દરમ્યાન માત્ર બે દિવસ સુધી બેંકો ખુલશે પરંતુ આ દિવસોમાં તમે ઇચ્છશો તો પણ કામ નહીં કરાવી શકો. આજથી દેશના તમામ સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં રજા (Bank Holiday) છે. એવામાં તમારા અટકેલા કામો આગામી સપ્તાહમાં જ કરી શકશો. તમને જણાવી દઇએ કે, 27 માર્ચના રોજ મહીનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરમાં બેંકોની છુટ્ટી છે. ત્યાર બાદ રવિવારના રોજ બેંકોની છુટ્ટીનો દિવસ હોય છે. જ્યારે સોમવારના રોજ હોળી હોવાને કારણે બેંકો બંધ રહેશે.
તમારે બેંકો સાથે જોડાયેલી રજાઓના હિસાબથી જ મેનેજ કરવાનું રહેશે
30 માર્ચ અને 3 એપ્રિલના રોજ બેંકમાં કામકાજ થઇ શકશે. 31નારોજ બેંકમાં રજા તો નહીં રહે, પરંતુ કામકાજ નહીં હોય. ફાઇનાન્શિયલ વર્ષનો અંતિમ દિવસ હોવાને કારણે ગ્રાહકો સાથે જોડાયેલ કામકાજ કદાચ ના થઇ શકે. એવામાં તમે તમારી બેંકો સાથે જોડાયેલી રજાઓ (RBI Bank Holidays List) ના હિસાબથી જ મેનેજ કરવાનું રહેશે.
અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ
27 માર્ચ – અંતિમ શનિવાર
28 માર્ચ – રવિવાર
29 માર્ચ – હોળી
30 માર્ચ – પટણામાં બેંકો બંધ રહેશે
31 માર્ચ – છેલ્લું નાણાંકીય વર્ષ
1 એપ્રિલ, ગુરૂવાર – ઓડિશા દિવસ, બેંકોના વાર્ષિક હિસાબોનું ક્લોઝિંગ વર્ષ
2 એપ્રિલ, શુક્રવાર – ગુડ ફ્રાઈડે
4 એપ્રિલ, રવિવાર – ઇસ્ટર (Easter)
નોંધ : RBI ની વેબસાઇટ પર પણ રજાઓની યાદી જોઇ શકો છો. આ સાથે જ તમને જણાવી દઇએ કે, રાજ્યના હિસાબથી બેંકમાં રજાઓ અલગ-અલગ હોય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31