Last Updated on February 28, 2021 by
માર્ચ મહિનામાં બેંકોનિં કામકાજ 11 દિવસ સુધી થશે નહીં. તહેવાર અને ખાનગીકરણના વિરોધમાં બેંકકર્મિઓના 2 દિવસની હડતાલના કારણે બેંક આટલા દિવસો સુધી બંધ રહેશે. માર્ચમાં 11 તારીખએ મહાશિવરાત્રી અને 29 માર્ચના હોળીનો તહેવાર હોવાને કારણે બેંક બંધ રહેશે. ત્યારે 13 અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે.
15-16 માર્ચના બેંકકર્મીઓની હડતાળ
15 અને 16 માર્ચના બેંકકર્મીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ હશે. આ હડતાળ સાર્વજનિક ક્ષેત્રના બેંકોના ખાનગીકરણના વિરોધમાં કરવામાં આવશે. જણાવી દઈએ કે, જે બેંકોનું ખાનગીકરણ થવાનું છે તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ શામેલ છે.
હડતાળને કારણે 4 દિવસ બંધ રહેશે બેંક
હડતાળના કારણે બેંક 4 દિવસ સુધી બંધ રહેશે. 13 માર્ચના બીજો શનિવાર છે. આ દિવસે બેંકની છૂટ્ટી હોય છે. 14 માર્ચે રવિવાર હોવાને કારણે બેંક બંધ રહેશે. 15 અને 16 માર્ચના હડતાળના કારણે બેંકોનું કામકાજ થઈ શકશે નહીં. આ કારણે માર્ચમાં કુલ 11 દિવસ સુધી બેંક બંધ રહેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31