Last Updated on March 9, 2021 by
જો તમારે બેંક સંબંધિત કોઈ કામગીરી બાકી છે તો તે સમય પહેલાં કરો નહીં તો તમે આગામી 10 દિવસ સુધી ભરાઈ જશો. ખરેખર, આગામી નવ દિવસમાં બેંકો 5 દિવસ માટે બંધ રહેશે. 11 (ગુરુવાર) ના રોજ મહાશિવરાત્રીની રજા રહેશે. આ જ સમયે, 12 માર્ચે બેંકો ખુલી રહેશે. આ પછી, શનિવાર અને રવિવારે રજા હોવાને કારણે બેંકો ખુલશે નહીં. બેંક હડતાલને કારણે 15 માર્ચ (સોમવાર) અને 16 માર્ચે બેંકો બંધ રહેવાની છે.
લાંબી રજા હોવાના કારણે બેંક કર્મચારીઓ પણ રજા પર હોઈ શકે છે. એવામાં તમારે બેંકના કામ કરવા માટે બેંક બ્રાન્ચમાં શુક્રવારે વધારે સમય લાગે તેવી શક્યતા છે. તો તમે પણ આ દિવસો પહેલા જ તમારા તમામ કામ પ્લાન કરી લો.
- 11 માર્ચ 2021 ગુરુવાર- ( મહાશિવરાત્રિના કારણે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જ્મ્મૂ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, હિમાચલમાં બેંકો બંધ રહેશે, માત્ર દિલ્હીમાં ખુલશે).
- 13 માર્ચ 2021 શનિવાર – બીજો શનિવાર (રજા).
- 14 માર્ચ 2021 રવિવાર – સાપ્તાહિક રજા.
- 15 માર્ચ 2021 – બેંકની હડતાલ.
- 16 માર્ચ 2021 – બેંકની હડતાલ.
આ બે દિવસ હડતાળ રહેશે
આપને જણાવી દઈએ કે 15 અને 16 માર્ચે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં દેશવ્યાપી હડતાલની ઘોષણા કરવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે બેંક યુનિયનો દ્વારા હડતાલની હાકલ કરવામાં આવી છે. જો તમે બેંકને લગતું કામ કોઇ કારણોસર આગામી માર્ચ મહિના માટે ટાળી રાખ્યું છે તો એકવાર કેલેન્ડર જોઇ લેવું. કારણ કે બની શકે છે કે, તમે જે દિવસે બેંકમાં જવાનું વિચારી રહ્યા છો, તે દિવસે બેંકમાં તાળું લાગેલું હોય.
ભારતીય રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર અનુસાર, માર્ચમાં હોળી અને મહાશિવરાત્રિની સાથે જ 11 દિવસ બેંકોમાં રજા રહેશે. જેમા 5 માર્ચ, 11 માર્ચ, 22 માર્ચ. 29 માર્ચ અને 30 માર્ચના રોજ બેંકમાં રજા રહેશે. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવાર પણ બેંક બંધ રહેશે. એટલે કે કુલ 11 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે. મહારાષ્ટ્ર, બેંગલોર, ચેન્નઇ, જમ્મુ, શ્રી નગર, પણજી જેવા રાજ્યોમાં ગુડી પડવા, તેલુગુ નવ વર્ષના પગલે બેન્કમાં રજા રહેશે. 27 માર્ચે રાંચીમાં સરહુલના પગલે બેન્કો બંધ રહેશે. 28 માર્ચે ચોથો શનિવાર અને 29 માર્ચે રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31