Last Updated on March 23, 2021 by
જો તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામ કરવા માટે વિચારી રહ્યાં છો તો ઘરથી નીકળતા પહેલા જ કેલેન્ડર ઉપર નજર ફેરવી દો અને જોઈ લો આ દિવસોમાં બેંક બંધ તો નથીને.
નાણાકીય વર્ષ 2020-21નો છેલ્લો મહિનો હોવાના કારણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં બેંક બંધ રહેશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ બેંકોમાં રજાઓની સાથે શરૂ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. એપ્રીલમાં બેંક 13 દિવસ બંધ રહેશે. એપ્રીલ મહિનામાં બેંકનો પહેલો વર્કિંગ ડે 3 એપ્રીલના રોજ આવશે. એપ્રીલમાં આટલા દિવસો સુધી બેંક બંધ રહેવાના કારણે ગ્રાહકો ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે.
આ દિવસોમાં બેંકો બંધ રહેશે
- 1 એપ્રીલઃ આ દિવસોમાં ઓડીસા દિવસ હોવાના કારણે ઓડીસામાં બેંકો બંધ રહેશે. એક એપ્રીલ બેંકમાં એકાઉન્ટનું કામ હોય જેના કારણે આ દિવસે દેશમાં તમામ બેંક બંધ રહે છે.
- 2 એપ્રીલઃ આ દિવસે ગુડ ફ્રાઈડેનો તહેવારના કારણે દેશમાં તમામ બેંકો બંધ રહેશે.
- 4 એપ્રીલઃ આ દિવસે રવિવાર હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે. આ દિવસે ઈસ્ટરનો તહેવાર પણ છે.
- 5 એપ્રીલઃ આ દિવસે બાબુ જગજીવન રામ જયંતિના કાણે દેશમાં ઘણા વિસ્તારોમાં બેંકો બંધ રહેશે.
- 10 એપ્રીલઃ આ દિવસે મહિનાનો બીજા શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.
- 11 એપ્રીલઃ આ દિવસે રવિવાર હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે.
- 13 એપ્રીલઃ આ દિવસે ઉગાડી, તેલુગુ ન્યુયર, બોહાગ બિહુ, ગુડી પડવો, વૈશાખ, બિજુ ફેસ્ટિવલનો તહેવાર હોવાના કારણે દેશના ઘણા વિસ્તારોમાં બેંકો બંધ રહેશે.
- 14 એપ્રીલઃ આ દિવસે ડો. આંબેડકર જયંતિ, અશોકા ધ ગ્રેટનો જન્મ દિવસ, તમિલ ન્યુ યર, મહા વિશુબા સંક્રાંતિ, બોહાગ બિહુનો તહેવાર હોવાના કરાણે બેંકો બંધ રહેશે.
- 15 એપ્રીલઃ આ દિવસે હિમાચલ ડે, વિશુ, બંગાળી ન્યુ યર, સરહુલનો તહેવારના કારણે દેશના ઘણા વિસ્તારોમાં બેંક બંધ રહેશે.
- 18 એપ્રીલઃ આ દિવસે રવિવાર હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે.
- 21 એપ્રીલઃ આ દિવસે રામ નવમી, ગરિયા પૂજાનો તહેવાર હોવાથી બેંકો બંધ રહેશે.
- 24 એપ્રીલઃ આ દિવસે મહિનાનો ચોથો શનિવારા હોય દેશના તમામ બેંકો બંધ રહેશે.
- 25 એપ્રીલઃ આ દિવસે રવિવાર હોવાથી તમામ બેંકો બંધ રહેશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31