Last Updated on March 15, 2021 by
સરકારે લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ નથી છપાઈ. જ્યારે એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે સંસદના એક લેખિત જવાબમાં આ ખુલાસો કર્યો છે. 30 માર્ચ 2018ના રોજ 2000 રૂપિયાના 336.2 કરોડ નોટ સરક્યુલેશનમાં છે. 26મી ફેબ્રુઆરી 2021માં આ સંખ્યા ઘટીને 249.90 કરોડ રહી ગઈ છે.
2000ની નોટના છાપકામ માટે કોઈ નવો ઓર્ડર અપાયો નથી
વિત્ત રાજ્યમંત્રીએ જવાબમાં કહ્યું છે કે કોઈ પણ મૂલ્યની બેંક નોટોની છપાઈએ આમ પબ્લીકની લેનદેનની માગ પૂરી કરવા માટે આરબીઆઈની સલાહ પર કરાય છે. 2019-20, 2020-21માં 2000ની નોટના છાપકામ માટે કોઈ ઓર્ડર અપાયો નથી.
2016-17માં 354.29 કરોડ નોટોનું છાપકામ થયું હતું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2019માં જણાવ્યું હતું કે, 2016-17માં 354.29 કરોડ નોટોનું છાપકામ થયું હતું. વર્ષ 2017-18માં પણ 11.15 કરોડ નોટો પબ્લીશ કરાઈ હતી. 2018-19માં 4.66 કરોડ નોટ છપાયા હતા. એપ્રિલ 2019માં એક પણ નોટ પ્રસિદ્ધ કરાઈ નથી.
એવું માનવામાં આવે છે કે આ નિર્ણય એ કાળાનાણાને રોકવા માટે કરાયો છે. નવેમ્બર 2016માં 500 અને 100ની નોટને ચલણમાંથી બહાર કાઢી દેવાયા હતા. બાદમાં સરકારે 500 અને 2000 રૂપિયાની નવી નોટ જાહેર કરી હતી. 2000 રૂપિયાની નોટ સિવાય સરકારે 10, 20, 50 અને 100ની પણ નવી નોટો જાહેર કરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31