Last Updated on April 3, 2021 by
પંજાબ નેશનલ બેંકે ઓરિયન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે ચેતવણી જાહેર કરી છે. ઓબીસી અને યુએનઆઈ બેન્ક પંજાબ નેશનલ બેન્કમાં મર્જ થઇ ગઈ છે, એવામાં આ બંને બેન્કના ગ્રાહકોની ઘણી જાણકારી બદલાઈ ગઈ છે. આ જ કારણે બેંકે IFSC કોડ પણ બદલાઈ ગયા છે, ત્યાર પછી ગ્રાહકોને IFSC કોડ અને યુઝર આઈડી લેવી ફરજીયાત છે. એવું ન કરવા પર તમને પરેશાની થઇ શકે છે.
પંજાબ નેશનલ બેન્કે પણ ગ્રાહકો માટે સૂચના જારી કરી છે અને નવા IFSC કોડને 1 એપ્રિલ 2021થી બદલી નાખ્યો છે. નવા IFSC કોડની જાણકારી સંબંધિત શાખાઓ પે ઉપલબ્ધ છે અને પંજાબ નેશનલ બેન્કની કોર્પોરેટ વેબસાઈટ www.pnbindia.in પર પણ ઉપલબ્ધ છે.
એસએમએસ દ્વારા મળી શકે છે IFSC કોડ
સાથે જ બેંકે જણાવ્યું કે IFSC કોડ SMS દ્વારા પણ મેળવી શકાય છે. ગ્રાહક પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર દ્વારા નવા IFSC કોડની જાણકારી 9264092640 પર SMS કરી શકો છો. એના માટે તમારે UPGR <ખાતાના છેલ્લા ચાર આંકડા> લખી મોકલવાનું રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ‘તમામ ગ્રાહકોને અપીલ છે કે તમામ લેણ-દેણ સંબંધિત અસુવિધાઓથી બચવા માટે માત્ર IFSCનો ઉપયોગ કરો. કોઈ પણ સુવિધાની જાણકારી માટે કૃપીયા ટોલ-ફ્રી નંબર 18001802222 પર સંપર્ક કરો.
User IDમાં પણ કોઈ ફેરફાર
તમારે નવી યુઝર આઈડી જાણવા માટે ‘Know your user ID’ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી eOBC ગ્રાહકોએ પોતાના 8 આંકડા વાળી યુઝર આઈડી માટે આગળ ‘O’ લગાવવો પડશે. eUNI ગ્રાહકોએ પોતાના 8 આંકડાના આઈડી સાથે ‘U’ લગાવવાનું રહેશે. 9 આંકડાના યુઝર વાળા ગ્રાહકોએ કોઈ ફેરફાર કરવાની જરૂરત નથી.
ચેકબુક પણ બદલવી પડશે
પીએનબીએ એક ટ્વીટમાં કહ્યું, પ્રિય e-OBC/ e-UNI ગ્રાહક, બ્રાન્ચ, ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ, મોબાઈલ બેન્કિંગ અને એટીએમ માધ્યમથી નવી પીએનબી ચેક બુક મેળવો. એની સતાહૈ બેંકે કહ્યું કે, ઓબીસી અને યુએનઆઈની ચેક બુક હજુ 30 જૂન સુધી માન્ય ગણાશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31