GSTV
Gujarat Government Advertisement

બાંગ્લાદેશ : 21 વર્ષ પહેલા PM હસીના ઉપર થયો હતો હુમલો, હવે 14ને મૃત્યુદંડની સજા

Last Updated on March 24, 2021 by

બાંગ્લાદેશની એક અદાલતે પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ બાંગ્લાદેશ (હુજી-બી)ના સદસ્ય છે. જણાવી દઈએ કે હુજી-બીના આતંકીઓએ 21 જુલાઈ 2000ના રોજ દક્ષિણ-પશ્ચિમ ગોપાલગંજના કોટલીપાડા સ્થિત એક મેદાન નજીક 76 કિલોગ્રામનો બોમ્બ લગાવ્યો હતો. અહીંયા શેખ હસીના એક ચૂંટણી રેલીને સંબોધીત કરનારી હતી. પરંતુ સદનસીબે પ્રધાનમંત્રીનું એક હેલિકોપ્ટર ઉતરે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓને તેની જાણકારી મળી ગઈ હતી.

ઢાકાના ત્વરિત સુનવણી ન્યાયાધિકરણ પ્રથમના જજ અબુ જફર મોહમ્મદ કમરૂજ્જમાંએ મંગળવારે આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણય દરમયાન 14માંથી 9 દોષીઓ અદાલતમાં હાજર હતાં. બાકીના પાંચ દોષી ફરાર છે અને તેની ગેરહાજરીમાં તેના ઉપર સુનવણી ચાલી હતી તથા સરકાર દ્વારા નિયુક્ત વકીલોએ કાયદાકીય રીતે તેનો બચાવ કર્યો હતો.

જણાવી દઈએ કે, વર્ષ 2000માં બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ સ્થિત ગોપાલગંજમાં હસીનાનું પૈતૃક ગામના એક ખુલ્લા મેદાનમાં અતિશક્તિશાળી વિસ્ફોટક ડિવાઈસનો ઉપયોદ કરીને તેની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પીએમ શેખ હસીના ત્યાં એક જનસભાને સંબોધિત કરવાની હતી. જો કે, સુરક્ષા અધિકારીઓએ જનસભા થાય તે પહેલા જ બોમ્બને શોધી લીધો હતો અને પીએમની જનસભામાં એક મોટી દુર્ઘટના બનતા પહેલા જ અટકાવી દીધી હતી.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો