Last Updated on March 9, 2021 by
ઉત્તર પ્રદેશના બલિયામાં ગંગા નદીના તટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવીને પીંડદાન કરવાનો મામલો સામે આવ્યો છે. ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ વાત ચર્ચાનો વિષય બનતા પોલીસ એક્શનમાં આવી છે અને આવુ કરનારા યુવકની ધરપકડ કરી છે.
લાલચ આપી પાંચ બ્રાહ્મણો પાસે કરાવ્યું પિંડદાન
પોલીસ અધિકારી સંજય યાદવે જણાવ્યુ છે કે, રેવતી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા દલછપરા ગામના સુધાકર મિશ્રા સહિત પાંચ બ્રાહ્મણોએ મંગળવારના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ગામના રહેવાસી બ્રજેશ યાદવે તેમને લાલચ આપીને બપોરના સમયે ગંગા નદીના પચરુખિયા ઘાટ પર લઈ ગયા હતા.
પોલીસે આવો કાંડ કરનારા યુવકની કરી ધરપકડ
તેમણે જણાવ્યુ હતું કે, ગંગા ઘાટ પર બ્રજેશે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર લગાવીને પિંડદાન કર્યુ હતું. બ્રજેશ આ આખા કાર્યક્રમનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો. પોલીસે આ વાતની ગંભીરતા જાણીને આ યુવકની ધરપકડ કરી લીધી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31