Last Updated on March 24, 2021 by
નાસાના Jet Propulsion Laboratory (JPL)ના બે સંશોધકોએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનામાં બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે. એક અનુમાન પ્રમાણે નવા બેક્ટેરિયાની આ પ્રજાતિ અંતરિક્ષ મિશનમાં આપણી ખૂબ મદદ કરી શકે છે. જો કે, આ બેક્ટેરિયા મનુષ્યની કેટલી મદદ કરી શકશે તે તો ભવિષ્યના સંશોધનોથી જ જાણી શકાશે.
ભારતીય વૈજ્ઞાનિકના નામ પર નામકરણ
નાસા સાથે કામ કરી રહેલા હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના સંશોધક કસ્તૂરી વેંકટેશ્વરન અને નીતિન કુમાર સિંહે જણાવ્યું કે, તેમને નમૂનાઓમાંથી કુલ 4 બેક્ટેરિયા મળી આવ્યા છે. આ બેક્ટેરિયા Methylobacteriaceae પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ ચારેય બેક્ટેરિયામાંથી એક બેક્ટેરિયા Methylorubrum rhodesianumને પહેલા શોધી લેવામાં આવેલા જ્યારે બાકીના 3 બેક્ટેરિયા તદ્દન નવા છે.
બંને સંશોધકોના કહેવા પ્રમાણે આ નવા બેક્ટેરિયાનું નામ ભારતના જૈવ વિવિધતા વૈજ્ઞાનિક ડૉ. અજમલ ખાનના નામ પરથી Methylorubrum ajmalii રાખવા વાત ચાલી રહી છે.
આ સંશોધનથી શું ફાયદો થશે?
અંતરિક્ષ સ્ટેશનમાંથી મળેલા આ નવા બેક્ટેરિયા છોડના વિકાસની સાથે સાથે છોડને રોગ સામે લડવાની ક્ષમતા પણ પ્રદાન કરે છે. સંશોધકોના કહેવા પ્રમાણે આ બેક્ટેરિયા અંતરિક્ષમાં પાક ઉગાડવા પણ મદદરૂપ થઈ શકે છે. જો કે, આ મામલે હજુ વધુ સંશોધન નથી થયું પરંતુ જો તે સાચું પડે તો આ બેક્ટેરિયાની મદદથી મંગળ ગ્રહ પર પાક ઉગાડવા પર પણ સંશોધન કરાશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31