GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ સગીર કેરટેકર બાળકીને મારી મારીને તોડી નાંખ્યા હાડકાં, વેન્ટિલેટર પર જિંદગી અને મોત સામે લડી રહી છે માસૂમ

Last Updated on March 19, 2021 by

ગુરુગ્રામથી માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં 15 વર્ષીય કેરટેકરે (જુવેનાઇલ નેની) એ 13 મહિનાની નાની બાળકીને એટલી મારપીટ કરી કે તેના હાડકાં તૂટી ગયા. બાળકીને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.  ડોક્ટરે કહ્યું કે બાળકીની 4 પાંસળી તૂટી ગઈ છે. લીવર, સ્વાદુપિંડ, બરોળ અને કિડનીના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ છે. છોકરીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સગીર કેરટેકર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને અન્ય આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પરિવાર તેની સાથે સારો વ્યવહાર કરતો

તેણે જણાવ્યું કે સગીરનું કહેવું છે કે પરિવાર તેની સાથે સારો વ્યવહાર કરતો હતો, તેણે  જે કંઇ કર્યું તે ગુસ્સામાં કર્યું. ડીસીપી (પૂર્વ) મકસૂદ અહમદે જણાવ્યું હતું કે કેરટેકર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જોકે, આપણે સમજવું જરૂરી છે કે કોઈ સગીર, કેરટેકરની જવાબદારી નિભાવવામાં સક્ષમ છે કે નહીં. શું તે માનસિક અને ભાવનાત્મક રીતે એટલી પરિપક્વ છે કે તે નવજાતની સંભાળ રાખી શકે.

કેરટેકર અને બાળકીના માતા પિતા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી

મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે એફઆરઆઈ – એક કેરટેકર અને બીજી બાળકીના માતા પિતા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. બાળકીના પરિવાર વિરુદ્ધ સગીરને નોકરી પર રાખવાના આરોપમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 

બાળકી ભૂલથી પડી ગઈ અને રોવા લાગી હતી

રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે બાળકી ભૂલથી પડી ગઈ અને રોવા લાગી હતી. જ્યારે કેરટેકર તેને શાંત કરવામાં નિષ્ફળ ગયો, ત્યારે તેણે તેણીને  પટકી દીધી. તેણે કહ્યું કે તેને માર્યું, જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ થઈ છે. ડીસીપી (પૂર્વ) મકસૂદ અહેમદે કહ્યું કે,  સગીર કેટકેટરને ફરીદાબાદના ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે. આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને અમે બધા ઇચ્છીએ છીએ કે બાળકી ખૂબ જ જલ્દી સ્વસ્થ થાય.

સગીરને ત્રણ મહિના પહેલા રસોઈ બનાવવા માટે રાખ્યો હતો

પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામના સેક્ટર 56 માં એક એપાર્ટમેન્ટમાં રહેતા દંપતી સોમવારે પોતાની બાળકીને કેરટેકર પાસે મૂકીને બજાર ગયા હતા. થોડા સમય પછી પાછા ફર્યા ત્યારે તેમને બાળકીને કણસતી જોઈ. તેઓ તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા. પોલીસે જણાવ્યું છે કે સગીરને ત્રણ મહિના પહેલા રસોઈ બનાવવા માટે રાખ્યો હતો. સાથે જ તેને બાળકીની સંભાળ રાખવા પણ કહેવામાં આવ્યું હતું.

બાળકી સૂઈ રહી હતી એટલે તેને મુકીને જવું પડ્યું હતું

બાળકના પિતાના નિવેદન મુજબ તેમણે કેરટેકરનું ધ્યાન યોગ્ય રીતે રાખ્યું હતું. અને ક્યારેય કોઈ મુશ્કેલી પડવા નથી દીધી. તેમણે કહ્યું કે કેરટેકર ક્યારેય ગુસ્સે થયો ન હતો અને તે બાળકની સારી સંભાળ લેતો હતો અને તે હંમેશાં બાળકીને સાથે લઈને જ બહાર જતા હતા. પરંતુ તે દિવસે બાળકી સૂઈ રહી હતી એટલે તેને મુકીને જવું પડ્યું હતું. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો