Last Updated on February 28, 2021 by
ગુજરાત રાજ્યના કોડીનાર ખાતે સંબધોને શર્મસાર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બે સંતાનની માતા તેના કૌટુંબિક ભાણેજ સાથે પલાયન થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. ભાણેજ સગપણ જોવા માટે આવ્યો એ દરમ્યાન બન્ને વચ્ચે આંખ મળી ગઈ હતી.
બન્ને વચ્ચે આંખ મળી ગઈ
પરિણીતાના ઘરે ઉના પંથકમાં રહેતી કુટુંબી બહેન અને તેનો પુત્ર સગપણ બાબતે છેલ્લા આઠેક માસથી આવતા હતા. પરિણીતાના પતિના પ્રયાસોથી એક સ્થળે સગપણની વાત પણ ચાલતી હતી એ દરમ્યાન પરિણીતા અને તેના ભાણેજની આંખો મળી ગઈ હતી.
કૌટુંબિક મામી સાથે સંસારનું માંડવાનું નક્કી કર્યું
ભાણેજે સગપણની વાત પડતી મૂકી કૌટુંબિક મામી સાથે સંસારનું માંડવાનું નક્કી કર્યું હોય એમ બન્ને વચ્ચે મોબાઇલથી પ્લાન ઘડાવા લાગ્યો હતો. ગત તા.૨૦ના પતિ દુકાને ગયો એ દરમ્યાન ઘરેથી ૧૦ હજારની રોકડ, દાગીના લઈને કોઈને કંઈ કહ્યા વિના પરિણીતા ઉના પહોંચેલા ભાણેજ પાસે પહોંચીને ત્યાંથી નાસી ગઈ હતી. આ બનાવ વિશે પરિણીતાના પતિએ પોલીસમાં ફરિયાદ અરજી કરતાં પોલીસે પણ તપાસ હાથ ધરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31