Last Updated on March 17, 2021 by
Car Recall: જો તમે કાર અથવા બાઇક ખરીદી છે, અને તેમાં કોઈ ખામી હોવાને લીધે તમે ચિંતિત છો. વારંવાર ફરિયાદ કરવા છતાં ઑટો કંપની તમારું સાંભળતી નથી, તો તમારા માટે રાહતના સમાચાર છે. ખરાબ વાહનોનું વેચાણ કરે અથવા તેમાં કોઈ પ્રકારનો ખામી સર્જાય છે, તેવી ઑટો કંપનીઓ પર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારે ગ્રાહકોને ખરાબ કાર વેચતી ઓટો કંપનીઓ અને ઇંપોર્ટ કરતી કંપનીઓને દંડ ફટકારવાની જોગવાઈ કરી છે. સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
ખરાબ Car Recall કરવી પડશે, નહીં તો પેનલ્ટી વસૂલવામાં આવશે
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે પણ કાર ઉત્પાદક કંપની ખરાબ વાહનનું વેચાણ કરશે, તેણે તે વાહનો પાછા મંગાવવા પડશે, એટલે કે રિકોલ કરવા પડશે. તેમાં ગાડીઓને ઇંપોર્ટ કરતી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. જો કોઈ ઓટો કંપની ખરાબ વાહનને Recall ન કરે તો તેને 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
ગ્રાહકો પાસેથી ચાર્જ નહીં લેવામાં આવેટ
ઓટો કંપની પર આ દંડ કારમાં ખામીને સુધારવા માટેના ખર્ચ કરતાં વધુ હશે. ગ્રાહક પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ નિયમો 1 એપ્રિલ, 2021 થી ઓટો કંપનીઓને લાગુ થશે. નવા નિયમો તે ગાડી/ કંપોનેંટ અથવા સોફ્ટવેરમાં ખામીને લીધે માર્ગ સુરક્ષા અથવા પર્યાવરણને નુકસાનકારક હોવાનું જણાયું હોય તેવા તમામ વાહનો પર લાગુ થશે.
નિયમો ટૂંક સમયમાં નોટિફાય કરવામાં આવશે
આ નિયમો તે મોડેલો પર લાગુ થશે જેમાં સાત વર્ષ દરમિયાન ફરિયાદો મળી છે. આવી કારોને Recall કરવી જરૂરી રહેશે. સરકારે રિકોલ કરવાની મર્યાદાને પણ અંતિમ રૂપ આપી દીધી છે, જેને ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવશે.
જો 20 ટકા ગાડીઓ ખામીયુક્ત હોય તો રિકોલ કરવું જરૂરી
ઉદાહરણ તરીકે, કાર અથવા એસયુવીના કિસ્સામાં, જો વાર્ષિક 500 ગાડીઓ વેચાય છે, જેમાંથી 20 ટકા ફરિયાદો મળી છે (એટલે કે 100 ગાડીઓ) તો Recallની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કાર અને એસયુવીના કિસ્સામાં, વાર્ષિક વેચાણ 501 અને 10,000 યૂનિટ્સની વચ્ચે છે, તો ફરિયાદોની સંખ્યા ઓછામાં ઓછી 1,050 હોવી જોઈએ.
ફરજિયાત રિકોલ પ્રક્રિયા શરૂ કરવા માટે ઓછામાં ઓછી 1,250 યૂનિટ્સમાં ફરિયાદો મળવી જરૂરી છે. ટુ-વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે એક સમાન ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો છે. મોટા પેસેન્જર વાહનો, બસો અને ટ્રકો સહિતના બાકીના વર્ગના વાહનો માટે સમાન ફોર્મ્યુલા હશે. આ કેસોમાં, વાર્ષિક વેચાણના 3% જેટલી ગરબડની ફરિયાદો પર રિકોલ પ્રક્રિયા શરૂ કરવી પડશે.
ગ્રાહકો માટે ફરિયાદ પોર્ટલ બનાવવામાં આવશે
સરકારનો ઉદ્દેશ વાહન માલિકો માટે એક પોર્ટલ બનાવવાનો છે જેથી તેઓ તેમની ફરિયાદો નોંધી શકે, ફરિયાદોને આધારે ઓટો કંપનીઓને નોટિસ મોકલવામાં આવશે, જેનો જવાબ 30 દિવસમાં આપવો પડશે. તમને જણાવી દઈએ કે સરકાર માર્ગ સલામતી માટે ખૂબ ગંભીર છે. માર્ગ પરિવહન મંત્રાલય માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક 50 ટકા ઘટાડવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ પગલું પણ તે જ દિશામાં લેવામાં આવ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31