Last Updated on March 24, 2021 by
ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સુ-અલ એક્ટિવિટીમાં શામેલ સરકારી સ્ટાફના ફોટો લીક કરી દેવાયા છે. આ પહેલા એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદ પરિસરમાં તેની સાથે યૌન શોષણ થયું હતું. અને સરકારના કેટલાક અગત્યના લોકોને જાણકારી હોવા છતાં આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઈ.
વર્ષ 2019માં એક સહકર્મીએ તેના પર રેપ કર્યો હતો
ઓસ્ટ્રેલિયાની સરકારની એક મહિલા એડવાઈઝરે કહ્યું હતું કે વર્ષ 2019માં એક સહકર્મીએ તેના પર રેપ કર્યો હતો. પરંતુ સરકારે આ ઘટનાને લઈને કોઈ કાર્યવાહી ના કરી. ઘટનાના ખુલાસા પછી ઓસ્ટ્રેલિયાના કેટલાય શહેરોમાં પ્રદર્શન પણ થયા હતા. કેબિનેટ મંત્રી કરેન એન્ડૂઝે કહ્યું કે તે હવે વધારે ચૂપ નહીં રહી શકે. મહિલા બાબતના મંત્રી મૈરિસ પૈને કહ્યું કે સંસદના વર્કપ્લેસ કલ્ચરને લઈને તપાસની જરૂરિયાત છે.
સંસદમાં સેક્સુઅલ એક્ટના વિડિયો જારી કરાયા
ઓસ્ટ્રેલિયાના સમચાર પત્ર અને ચેનલમાં સંસદમાં સેક્સુ- અલ એક્ટના વિડિયો જારી કરાયા છે. વિડિયો એક વ્હિસલબ્લોઅર તરફથી લીક કરવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા પછી ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદો અને સામાન્ય માણસો તરફથી સરકારનો વિરોધ ફરી એક વખત તેજ થયો છે. સરકારની તરફથી સમયસર કાર્યવાહી ના કરવાને લઈને લોકો પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યા છે.
સાંસદ વારંવાર સંસદના પ્રાર્થનારૂમનો ઉપયોગ કરતા રહ્યા
ટોમ નામના વ્હિસલ બ્લોઅરે ઓસ્ટ્રેલિયાની મીડિયાને કહ્યું કે સરકારી સ્ટાફ અને સાંસદ વારંવાર સંસદના પ્રાર્થનારૂમનો સે – Kક્સ માટે ઉપયોગ કરતા રહ્યા છે. ટોમે એમ પણ કહ્યું કે સાંસદો માટે કોલગર્લ પણ સંસદની બિલ્ડિંગમાં લાવવામાં આવતી હતી.
સ્ટાફનો એક સમૂહ વારંવાર એકબીજા સાથે પ્રાઈવેટ ફોટાઓ પણ શેર કરતા
ટોમે કહ્યું કે સ્ટાફનો એક સમૂહ વારંવાર એકબીજા સાથે પ્રાઈવેટ ફોટાઓ પણ શેર કરતા હતા. તેમણે કહ્યું કે એવી સંસ્કૃતિ બની ગઈ છે કે પુરુષ જે ઈચ્છે તે કરી શકે છે. જો કે ટોમે કહ્યું કે તેને નથી લાગતું કે સંસદના કોઈ સ્ટાફે કાયદો તોડ્યો હોય. વીડિયો સામે આવ્યા પછી એક સ્ટાફને તુરંત હટાવી દેવાયો છે. સરકારે કહ્યું કે હજુ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31