GSTV
Gujarat Government Advertisement

ટ્રિપલ તલાકમાં પહેલો ન્યાય, પતિ પાસેથી ભરણપોષણ મેળવનાર આતિયા સાબરી બની પહેલી મુસ્લિમ મહિલા

Last Updated on April 2, 2021 by

વિખ્યાત શાહબાનો કેસને જીવંત રાખનાર આતિયા સાબરી સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને દેશમાં ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. આતિયાની અરજીની સુનાવણી કરી તેના પર ચૂકાદો આપતાં સહારનપુરની ફેમિલિ કોર્ટે આતિયાના પતિને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દરમહિનાની દસમી તારીખે દરેકને સાત સાત હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે.

ટ્રિપલ તલાક

નોંધપાત્ર બાબત એ છે કે અદાલતે આતિયાના પતિને આ ભરણપોષણની રકમ આતિયાએ જે દિવસથી કોર્ટમાં કેસ દાખલ કર્યો તે દિવસથી ચૂકવવા માટે જણાવી છે. જસ્ટિસ નરેન્દ્રકુમારે આપેલા આ ચૂકાદાને પગલે આતિયા સાબરીને બાકી લેણાં પેટે 13.44 લાખ રૂપિયા અને હવે દર મહિને 21,000 રૂપિયા તેના પતિએ ચૂકવવા પડશે.

વાજિદ અલીએ મહેર એટલે કે દહેજ પૂરતું ન લાવી હોવાથી અને માત્ર પુત્રીઓને જન્મ આપ્યો હોવાથી તેની બેગમ આતિયા સાબરીને ટ્રિપલ તલાક આપ્યા હતા. આતિયાએ આ તલાક સ્વીકારવાની ના પાડી હતી અને 24 માર્ચ 2015માં સહારનપુર કોર્ટમાં તેના તલાકને ગેરકાયદે જાહેર કરવા અને ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરી હતી.

આતિયાએ કરેલી અરજીને પગલે તેના પતિ અને તેના પરિવારજનોની ધરપકડ કરવામાં આવી હતી. આતિયા આ મામલે સર્વોચ્ચ અદાલત સુધી લડી હતી અને સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કર્યા હતા. દરમ્યાન, આતિયાએ ભરણપોષણ મેળવવા માટે સહારનપુરની અદાલતમાં તેનો કાનુની જંગ જારી રાખ્યો હતો.

22માર્ચે અદાલતે તેની ભરણપોષણની અરજીને ગ્રાહ્ય ગણી હતી. દેશમાં મોદી સરકારે ત્રિપલ તલાક રદ કર્યા પછી બનાવેલા મુસ્લિમ વિમેન (પ્રોટેકશન ઓફરાઇટસ ઓન મેરેજ) એક્ટ 2019માં પસાર થયો તે પછી આતિયા આ કાયદાની જોગવાઇ અનુસાર ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો