GSTV
Gujarat Government Advertisement

વન નેશન વન સ્પિરિટ: આર્મીનો આ એથ્લીટ લગાવશે 4000 કિમી દોડ એ પણ માત્ર 50 દિવસમાં

Last Updated on April 2, 2021 by

ભારતના એક આર્મી મેને ૫૦ દિવસમાં 4000 કિલોમીટર દોડવાનું નકકી કર્યુ છે.આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની છે. ભારતીય સેનાના આ એથલેટનું નામ વેલું પી છે જેણે ૧ એપ્રિલના રોજ શ્રીનગરથી દોડવાનો આરંભ કર્યો ત્યારે તેના ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વેણુ શ્રીનગરથી દિલ્હી, ઇન્દોર અને બેંગ્લોર જેવા શહેરોમાંથી પસાર થશે. વેલુ પી ના ફલેગ ઓફ સમારોહમાં સેનાના અનેક અધિકારીઓ અને સૈન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આર્મીના લોકોએ  વેલુંના આ પગલાને યુવાનોને પ્રેરણા આપનારુ ગણાવ્યું છે.

આર્મી

પ્રાપ્ત માહિતી મુજબ વેલુ નાનપણથી જ સ્કૂલમાં લાંબા અંતરની દોડમાં ભાગ લેતા હતા. ભારતીય સેનામાં જોડાતા પહેલા અનેક વાર મેરેથોનમાં ભાગ લઇ ચૂકયા છે. વેણુનો ઉદ્દેશ ગ્રીન ઇન્ડિયા અને વન નેશન વન સ્પિરિટનો છે.જો તે આ દોડમાં કામયાબ થશે તો આટલી લાંબી દોડનો વિશ્વ રેકોર્ડ ગણાશે.વેલૂએ ભલે ૫૦ દિવસમાં ૪૦૦૦ કિમીની દોડ નકકી કરી હોય પરંતુ તે આ લક્ષ્ય તેનાથી પણ ઓછા સમયમાં પુરી કરવાનો આત્મ વિશ્વાસ ધરાવે છે.

આ દોડ ભારતીય ટીમમાં તેમના સાથીદાર સ્વ એલએલ મીણાને સમર્પિત કરી છે. સામાન્ય રીતે રોજનું ૧૫ થી ૨૦ કીમી દોડી શકાય છે પરંતુ વેલૂ માનવ શરીરમાં ખૂબજ તાકાત હોય છે એ સાબીત કરવા માંગે છે.  વેલૂએ છેલ્લા ૧૫ વર્ષની એથલેટ તરીકેની કારર્કિદી દરમિયાન ગત વર્ષ ૧૬૦૦ કિમી લાંબી અલ્ટ્રા મેરેથોનમાં  ભાગ લેવાની સિધ્ધિ પણ મેળવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો