Last Updated on April 6, 2021 by
આસામના દિમા હસાઓ જિલ્લાના એક બૂથમાં કુલ મતદારોની સંખ્યા ૯૦ હોવા છતાં કુલ મતો ૧૭૧ પડતા મોટી ગેરરીતિ સામે આવી છે. હફલોંગ વિધાનસભા બેઠકના આ બૂથ પર એક એપ્રિલના રોજ મતદન થયું હતું. આ બેઠક પર કુલ ૭૪ ટકા મતદાન થયું હતું.
આ ગેરરીતિ સામે આવ્યા પછી જિલ્લા ચૂંટણી અધિકારીએ આ બૂથના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ બૂથ ૧૦૭(એ) ખોટલિર એલ પી સ્કૂલમા કાર્યરત હતું.
આ બૂથ પર ફરીથી મતદાન કરવા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મતદાનના બીજા દિવસ એટલે કે બીજી એપ્રિલે જ ડેપ્યુટી કમિશનર કમ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસરે પાંચેય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો હતો.
આ ઘટનાને પગલે સેકશન અધિકારી, પ્રિસાઇડિંગ અધિકારી, ફર્સ્ટ પોલિંગ ઓફિસર, સેકન્ડ પોલિંગ ઓફિસર અને થર્ડ પોલિંગ ઓફિસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનાની તપાસ કરવામાં જાણવા મળ્યું હતું કે ગામના વડાએ ચૂંટણી પંચની મતદાર યાદીને સ્વીકારવાની ના પાડી હતી અને તેઓ પોતાની મતદારી યાદી લઇને આવ્યા હતાં અને તે મુજબ મતો આપ્યા હતાં. જો કે બૂથના અધિકારીઓએ તેમની વાત શા માટે માની લીધી તે હજુ સુધી જાણી શકાયું નથી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31