GSTV
Gujarat Government Advertisement

આસામ વિધાનસભા ચૂંટણી: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આસામમાં કરશે તાબડતોડ 4 રેલીઓ, કંઈક આવું છે કોંગ્રેસનું શિડ્યૂલ

Last Updated on March 19, 2021 by

આસામ વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારથી રાહુલ ગાંધી મોર્ચો સંભાળશે. આસામમાં બે દિવસમાં કોંગ્રેસ સાંસદ તાબડતોડ રેલીઓ કરી જનતા વચ્ચે કોંગ્રેસમય વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરશે. તો વળી રાહુલ બાદ પ્રિયંકા ગાંધી પણ બે દિવસ આસામમાં મોર્ચો સંભાળશે.

આસામમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીની રેલી

આસામમાં સત્તાની ચાવી પોતાના હાથમાં લેવા માટે રાહુલ અને પ્રિયંકા ગાઁધીની રેલી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, અત્યાર સુધી ભાજપના મોટા માથાઓ સતત રેલીઓ કરી ભગવામય માહોલ બનાવી રહ્યા છએ. તો વળી ભાજપના 15 સભ્યોને 6 વર્ષ માટે હટાવ્યા બાદ કોંગ્રેસના હાથે મોટો મુદ્દો આવ્યો છે. ત્યારે આવા સમયે પાર્ટીના બંને મુખ્ય નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી વિરોધીઓ પર બરાબરના પ્રહારો કરવાનો મોકો મળ્યો છે.

આવું છે રાહુલ ગાંધીનું શિડ્યૂલ

રાહુલ ગાંધી આસામમાં 19 અને 20 માર્ચના રોજ મોર્ચો સંભાળશે, તો વળી 21 અને 22 માર્ચના રોજ મહાસચિવ પ્રિયંકા ગાંધી રેલીઓ કરશે.

રાહુલ ગાંધીનો બે દિવસ આસામ પ્રવાસ શુક્રવારથી એટલે કે, આજથી શરૂ થઈ રહ્યો છે.પોતાના આ પ્રવાસમાં રાહુલ ગાંધી ત્રણ રેલીઓ કરીને કોંગ્રેસને મજબૂત બનાવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત રાહુલ ગાંધી વિદ્યાર્થી સાથે અને ચાના બગીચામાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરશે. બપોરે તિનસુકિયાના ડૂમડૂમામાં રાહુલ ગાંધીની રેલી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો