GSTV
Gujarat Government Advertisement

આને કહેવાય મુખ્યમંત્રી/ કાદવ કિચડમાં જાતે જીપ ચલાવી અને 15 કિમી ચાલીને લોકોને મળવા પહોંચ્યા, 157 કિલોમીટરનો હતો રસ્તો

Last Updated on March 29, 2021 by

ભારતના ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેની પાછળનું કારણ એ છે કે, અરુણાચલ પ્રદેશના વિજયનગર નામના શહેરના લોકોને મળવા માટે તેઓ કાદવ કિચ્ચડ ભરેલા રસ્તા પર જાતે ગાડી ચલાવીને પહોંચ્યા હતા. અરુણાચલના મિયાઓથી વિજય નગર જવા માટે હાલમાં પાકો રસ્તો નથી. બંને જગ્યા વચ્ચે 157 કિલોમીટરનું અંતર છે.

જેના કારણે વિજયનગરના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. આમ છતાં પેમા ખાંડુએ અહીંના લોકોને મળવા જવાનું નક્કી કર્યું હતું. જંગલના રસ્તા પર એક વખત તો તેમની જીપ કાદવ કિચડમાં ફસાઈ હતી અને જીપને કાઢવા માટે પેમા ખાંડુ જાતે ડ્રાઈવર સીટ પર બેસી ગયા હતા અને જીપને ધક્કો પણ માર્યો હતો.

વિજય નગર પહોંચવા માટે પંદર કિલોમીટરના રસ્તા પર તેઓ પગપાળા ચાલ્યા હતા. આ સફરના ફોટોગ્રાફ અને વિડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

સાથે સાથે કહ્યું છે કે, આ રોડનુ કામ ઘણા વર્ષોથી અધુરું રહ્યું છે. જોકે 2022માં આ રોડને વાહનોની અવર જવર કરવા લાયક બનાવી દેવાશે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો