GSTV
Gujarat Government Advertisement

‘Anupamaa’ ફેમ પારસ કલનાવતના પિતાનું નિધન, શુટિંગ છોડીને હૉસ્પિટલ પહોંચી રૂપાલી ગાંગૂલી

Last Updated on March 28, 2021 by

ટીવીના નંબર 1 શો ‘અનુપમા’માં જોવા મળતા અભિનેતા પારસ કલનાવાત પર દુ:ખનો પહાડ તૂટ્યો છે. તેમના પિતાનું નિધન થયું છે. દુ:ખની વાત એ છે કે તે સમયે પારસ શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ ઘરેથી માતાનો ફોન આવતા પારસને તેના પિતાના અવસાનના દુ:ખદ સમાચાર મળ્યા. મૃત્યુની ખબર પડી.

પારસ કલનાવતના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે તમામ કામો છોડીને બાઈક લઈને પોતાના ઘરે દોડી ગયો. જણાવી દઈએ કે, પારસ ‘અનુપમા’માં રુપાલી ગાંગૂલીના દીકરાનું પાત્ર ભજવી રહ્યો છે. રૂપાલી શૉમાં અનુપમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ દુ:ખદ સમાચાર મળતા જ રૂપાલી ગાંગૂલી અને તેના ઓનસ્ક્રીન પતિ સૂધાંશુ પાંડે પણ પોતાની કાર દ્વારા પારસના ઘરે પહોચ્યાં.

દોઢ વાગ્યે આવ્યો માં નો કૉલ, લિફ્ટમાં ચક્કર ખાઈને પડી ગયા પિતા

રિપોર્ટ અનુસાર બપોરે લગભગ દોઢ વાગ્યે પારસ કલનાવત પાસે ઘરેથી તેની માતાનો ફોન આવ્યો. તેણી તે સમયે રડતી હતી અને કંઈપણ બોલી શકતી નહોતી. માતાએ પાસરને જણાવ્યુ કે, તેના પિતા લિફ્ટમાં ચક્કર ખાઈને પડી ગયા, જે બાદ તેને તુરંત હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જયાં તેમને મૃત ઘોષિત કરાયા હતા. આ સમાચાર સાંભલતા જ પારસ અને સૉની પુરી ટીમ હૉસ્પિટલ પહોંચી હતી.

તાજેતરમાં જ પારસના પિતાની એન્જીયોગ્રાફી થઈ હતી

જણાવી દઈએ કે, પારસ કલનાવતે હાલમાં જ કોરોના થયો હતો. જે બાદ તેના સમગ્ર પરીવારનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટમા પારસના પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પારસ ખૂબ ખુશ હતો કારણ કે, તેના પિતાને ડાયાબિટીશ હતુ અને હાલમાં જ તેમની એન્જીયોગ્રાફિ પણ થઈ હતી. કોરોના સંક્રમણથી ઠીક થયા બાદ પારસે હાલમાં જ અનુપમાં સેટ પર પરત ફર્યો હતો. પરંતુ હવે પિતાના અવસાનના દુખથી તે તૂટી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો