Last Updated on March 14, 2021 by
મુંબઈના એન્ટિલિયાની બહાર સંદિગ્ધ મળેલી કારના મુદ્દે NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેને જણાવ્યું છે કે, આ કેસમાં તપાસની જાણકારી પહેલા જ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચી રહી છે. તે રાજ્ય સરકાર માટે સારા સંકેત નથી.
શિવસેનાના મુખપત્રમાં સંજય રાઉતનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે વિતેલી રાત્રે પૂછપરછ બાદ એનઆઈએએ આ મામલામાં મહારાષ્ટ્ર પોલીસના અધિકારી સચિન વાજેની ધરપકડ કરી છે. ભાજપ હવે તે માંગ કરી રહી છે કે, સચિન વાજેનો નોર્કો ટેસ્ટ કરવવામાં આવે કારણ કે, મહારાષ્ટ્ર સરકાર અને તેની લીંક લોકોની સામે આવી શકે. આ વચ્ચે સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું છે કે, આ કેસની તપાસ એનઆઈએને એ માટે દેવામાં આવી છે કે રાજ્ય સરકાર પર દબાણ લાવી શકાય. તેણે લખ્યું છે કે, તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
રાઉતે દાવો કર્યો છે કે, આ કેસની જાણકારી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સુધી પહેલા પહોંચી રહી છે. જે રાજ્ય સરકાર માટે સારા સંકેત નથી. ફડણવીસનો આત્મવિશ્વાસ દોઢ વર્ષ બાદ પાછો આવ્યો છે. તેણે રાજ્ય સરકારને આ મુદ્દે ઘેરવાનો મોકો મળ્યો છે. વિધાનસભાના સત્ર દરમયાન ચાર દિવસ સુધી ફડણવીસ પર ધ્યાન રહ્યું છે. એન્ટિલિયા કેસમાં એનઆઈએની તપાસની વાતનો ઉલ્લેખ કરતા તેણે જણાવ્યું હતું કે, તપાસ એનઆઈએને ત્યારે સોંપવામાં આવી જ્યારે ભાજપે વિધાનસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે તેની તપાસ એજન્સીને સોંપી કારણ કે તે ભાજપ માટે સંભવ હતું. ભાજપ કેન્દ્રમાં છે. તે મહારાષ્ટ્ર જેવા રાજ્યો ઉપર દબાણ બનાવવાનો પેંતરો કરી રહ્યું છે.
રાઉતે ભાજપે ઉપર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપ પૂજા ચવ્હાણ અને મનસુખ હિરેનના મોતના કેસની તપાસની માંગ તો કરી રહી છે પરંતુ સાંસદ મોહન ડેલ્કરની આત્મહત્યા પર શાંત છે. તેણે પ્રિવિલેજ કમિટિની સામે આ વાત કહી હતી કે, દાદરાનગર હવેલી પ્રશાસન તેનો તિરસ્કાર કરી રહ્યો છે. જો તે યથાવત રહેશે તો તે આત્મહત્યા કરી લેશે. રાઉતે કહ્યું કે, સંસદની કાર્યવાહી માટે આ કેસમાં અન્ય કેટલા સબુતો જોઈએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31