Last Updated on March 17, 2021 by
તમામ લોકો હિમાચલ પ્રદેશના મનાલીનો તે Paragliding Video જરૂર જોયો હશે, જેમાં એક વ્યક્તિ હવામાં કેહતો સંભળાય છે કે ભાઈ 500 રૂપિયા વધારે લઈ લે પણ મને નીચે ઉતારી દે. આ વિડિયોએ ઈન્ટરનેટ પર સનસની મચાવી હતી. અને લોકોએ તેને ખૂબ મજા માણી. હવે આવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે એક મહિલાનો છે. તેની હાલત પણ મનાલીમાં પેરાગ્લાઈડિંગ કરતા વ્યક્તિ જેવી થઈ ગઈ છે.
હવામાં મહિલાની હાલત ખરાબ
મહિલાનો આ વિડિયો હિમાચલ પ્રદેશના ખજિયારનો બનાવઈ રહ્યો છે. પહેલા તો મહિલા એકદમ શોખથી પૈરાગ્લાઈડિંગ માટે તૈયાર થાય છે. પરંતુ જોતજોતામાં જ હવામાં તેની હાલત ખરાબ થવા લાગે છે. તે રડતા રડતા ગાઈડને નીચે ઉતારવા માટે વિનંતી કરતી જોવા મળે છે. અને કહે છે કે, ભાઈ મને જલ્દી નીચે ઉતારી દો, હવે નીચે જોઈ શકતી નથી. આ વિડિયોમાં કોઈ યૂઝરે ફેસબુક પર પોસ્ટ કર્યો છે. જેનું કેપ્શન લખ્યુ છે, ખજિયારથી વધુ એક મહાન પૈરાગ્લાઈડિંગ વીડિયો.
ઓહ મમ્મી, જલ્દી નીચે ઉતારી દો
આ વાયરલ વીડિયોમાં મહિલાને કહેતા સાંભળવામાં આવી શકે છે. ‘ઓહ મમ્મી, ભૈયા જલ્દી ઉતારી દો’. જે બાદ ગાઈડ તે મહિલાને લાંબા શ્વાસ લેવાનું કહે છે. પરંતુ ડરના કારણે તે મહિલાની હાલત ખરાબ થતી દેખાઈ રહી છે. વીડિયોમાં સતત તે રડતી અને ચીસો પાડતી દેખાઈ રહી છે.
મહિલા સતત ગાઈડને જલ્દી નીચે ઉતારવાની વિંનતી કરી રહી છે. અને કહે છે કે, હાથ-પગ ધ્રુજી રહ્યા છે. જો તમે ઈચ્છો તો 1 હજાર રૂપિયા વધારે લઈ લે જો, પરંતુ મને જલ્દીથી આ રાઈડને પૂર્ કરી નીચે ઉતારો. હું મારી આંખો નહિ ખોલી શકુ, જો મેં આવુ કર્યુ તો, નીચે પડી જઈશ. જે બાદ તે ગાઈડ પાસે ધીમે-ધીમે નીચે ઉતારવાની વિંનતી પણ કરી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31