Last Updated on March 1, 2021 by
બિગ બી અમિતાભ બચ્ચનની તબિયત શનિવારે લથડી હતી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું કે તેમની સર્જરી કરવી પડશે. લેટેસ્ટ અપડેટ મુજબ, અમિતાભ બચ્ચનની આંખોમાં મોતિયો છે, જેની લેસર સર્જરી થવાની છે. બોલિવૂડ હંગામાનાં રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચન સોમવારે સાંજ સુધીમાં હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે પરત ફરશે. બિગ બીના મિત્રએ જણાવ્યું કે આંખોના મોતિયાને દૂર કરવા માટે લેસર ઓપરેશન કરવામાં આવ્યું છે.
અમિતાભ બચ્ચનનાં મિત્ર અનુસાર, બિગ બી ઓપરેશન થિયેટરમાં ગયા અને બહાર આવી ગયા. હાલમાં, તે 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે. ત્યાર બાદ, તે ઘરે પરત ફરશે.
આ લખ્યું હતું બ્લોગમાં
અમિતાભ બચ્ચને શનિવારે રાત્રે તેમના બ્લોગમાં તેમના સ્વાસ્થ્યને લગતી માહિતી આપી છે. બિગ બીએ લખ્યું, ‘મેડિકલ કન્ડિશન, સર્જરી, હું લખી શકતો નથી. એબી. ‘ ત્યારથી, ચાહકો તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવા લાગ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2020 માં અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. અમિતાભ બચ્ચન ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્ર વધૂ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચનને પણ કોરોનાથી સંક્રમિત થયા હતાં.
આ ફિલ્મો જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન રૂમી જાફરીની ફિલ્મ ચહેરેમાં જોવા મળશે. આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ઉપરાંત તે ફિલ્મ ઝુંડમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 18 જૂને રિલીઝ થશે.
આ સિવાય બિગ બી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સુપર નેચરલ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. વળી, બિગ બી દીપિકા પાદુકોણ અને પ્રભાસની ફિલ્મમાં પણ કામ કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31