GSTV
Gujarat Government Advertisement

CCTVમાં સ્કોર્પિયો પાસે દેખાયો PPE કિટ પહેરેલો મિસ્ટ્રીમેન : સ્કોર્પિયો માલિકના મોત બાદ પત્નીના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ પર મોટા આક્ષેપ

Last Updated on March 9, 2021 by

મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના કેસ સાથે સંકળાયેલો નવો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પીપીઇ કીટ પહેરીને ઘટનાસ્થળ પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું ઓળખ છુપાવવાને બહાને આ વ્યક્તિએ જાણીજોઈએ પીપીઈ કિટ પહેરી હતી.

ઓછામાં ઓછી બેવાર એન્ટિલિયાની આસપાસ જોવા મળી હતી

 મુંબઈ એટીએસને મળેલા સીસીટીવી ફૂટેજથી મહત્વના પુરાવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તે જ ઈનોવા કારનો ડ્રાઈવર હોઈ શકે છે. જે ઓછામાં ઓછી બેવાર એન્ટિલિયાની આસપાસ જોવા મળી હતી. આ વ્યક્તિએ ઓળખ છુપાવવા માટે પીપીઈ કિટ પહેરેલી હતી. આ પહેલાં જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા એમાં એક સ્કોર્પિયો કાર અને ઈનોવા કાર જોવા મળી હતી. આ ઈનોવા બે વખત સ્કોર્પિયોની પાછળ જોવા મળી છે.

NIA કરી રહી છે આ કેસની તપાસ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર સ્કોર્પિયોમાં જિલેટીન સ્ટિક્સ મળવાના કેસની NIA એજન્સી પણ તપાસ કરી રહી છે. આ મામલે મહારાષ્ટ્ર એટીએસ પણ તપાસ કરી રહી છે. આ સંજોગોમાં એકવાર ફરી કેન્દ્ર અને રાજ્ય સરકાર આમનેસામને આવી ગઈ છે. સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનની મોતનો મુદ્દો પણ રવિવારે મહારાષ્ટ્ર એટીએસે એક ફરિયાદ નોંધી છે.

દરેક કોન્વેને ટ્રેક કરવામાં આવી રહ્યો હતો

સૂત્રોના જણાવ્યાનુંસાર આ ગતિવિધિઓને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહી હતી. આરોપી ગાડીને ઘરની એકદમ નજીક ઉભી રાખવા ઈચ્છતો હતો પરંતુ સુરક્ષાના કારણે એ ન થઈ શક્યુ. તેના દ્વારા અંબાણી પરિવારની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. દરેક કોન્વેને ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ ફરિયાદની કોપીના આધારે જણાવ્યું કે, ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ મનસુખની કારનો ચાર મહિના પહેલાં ઉપયોગ કર્યો હતો. તેઓ મનસુખને ઘણી વાર મળ્યા પણ હતાં. વઝેએ કાવતરું ઘડીને મનસુખની હત્યા કરી છે. ફડણવીસે સચિનની ધરપકડ કરવાની માંગણી કરી હતી. ફડણવીસના નિવેદન પછી ગૃહમાં હોબાળો થઈ ગયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર ATSની ટીમે સચિન વાઝેનું નિવેદન પણ મોડી રાતે દાખલ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો