GSTV
Gujarat Government Advertisement

સુપ્રસિદ્ધ અંબાજી માતાજીના ચરણોમાં માઈભક્તે ૧ કિલો સોનું કર્યું અર્પણ, શ્રદ્ધાળુએ નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી

અંબા

Last Updated on March 5, 2021 by

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં એક માઈભક્ત દ્વારા ૧ કિલોને ૧૦૦ ગ્રામ સોનાની ભેટ માતાજીના ચરણોમાં મુકવામાં આવી હતી. આ સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. પ્રસંશનીય એ વાત છે કે સાડા એકાવન લાખના સોનાનો જથ્થો માતાના ચરણોમાંધરી આ દાનવીર અને માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી હતી.

સોનુ

દાનવીર અને માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી

મંદિરને ભારતભરમાં સૌ પ્રથમ સંપૂર્ણ સુવર્ણમય બનાવવાના ભાગરૂપે સુવર્ણમય યોજના દાખલ કરવામાં આવી હતી.  અંબાજી મંદિરને આજે એક માઈભક્ત દ્વારા ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનાની ભેટ ધરાવવામાં આવ્યું હતું. તેની કિંમત ૫૧ લાખ ૫૪,૬૦૦ થવા જાય છે. આ માઈભક્ત દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવેલ. અંબાજી મંદિર અત્યાર સુધી ૬૧ ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં ૧૪૦ કિલો ૪૩૫ ગ્રામ સોનાનો અને ૧૫૭૧૧ કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરવામાં આવેલ છે. હાલમાં સુવર્ણ યોજના-૨ હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકોમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી ભવિષ્યમાં અંબાજી મંદિર સંપૂર્ણ સુવર્ણમય બની જશે જેનો બહોળો લાભ યાત્રિકોને મળશે.

સૂર્યના કિરણોથી ઝળહળી ઉઠે છે શિખર

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ૫૧ શક્તિપીઠો પૈકીનું માઈભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. વરસે દહાડે લાખો માઈભક્તો પૂજા-અર્ચના બાધા-માનતા તથા દર્શને પધારે છે. અંબાજી મંદિરમાં સુવર્ણમય બનાવવા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. જેમાં માઈભક્તોનો અવિરત દાનનો પ્રવાહ આવી રહ્યો છે. હાલમાં મંદિરના શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. દિવસ દરમિયાન સૂર્યની રોશનીમાં માતાજીનું શિખર આબેહૂબ અને આહલાદક ભાસી રહ્યું છે. જોકે સંપૂર્ણ સુવર્ણમય બનશે ત્યારે મંદિરનો નજારો અદભૂત હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો