GSTV
Gujarat Government Advertisement

ફેફસાં ખલાસ થઈ જશે/ દુનિયાને 20 ટકા ઓક્સિજન આપતા જંગલ માટે આવી ભયંકર ચેતવણી, જો આ થયું તો કુદરત રૂઠશે

Last Updated on March 12, 2021 by

દુનિયાના સૌથી મોટા ગણાતા અને ધરતી માટે ફેફસાનું કામ કરનાર એમેઝોનના જંગલો આગામી 43 વર્ષમાં સાફ થઈ જશે. એમેઝોન દુનિયાનું સૌથી મોટું રેન ફોરેસ્ટ છે અને દુનિયાનો 20 ટકા ઓક્સિજન આ જંગલ સપ્લાય કરે છે તેમ મનાય છે માટે તેને ‘ધરતીનાં ફેફસા’ નું નામ પણ અપાયું છે.

એક સમય એવો આવશે કે જ્યારે જંગલની તમામ હરિયાળી થઇ જશે ખતમ

2.1 મિલિયન સ્કેવર માઈલમાં આ જંગલ દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ સુધી ફેલાયેલુ છે. આ જંગલ માટે કહેવાય છે કે, જો તે કોઈ દેશ હોત તો તે દુનિયાનૌ સૌથી મોટા દેશના લિસ્ટમાં નવમા ક્રમે હોત. જો કે જંગલ માટે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એક સમય એવો આવશે જ્યારે આ જંગલ નહીં હોય અને માત્ર મેદાન જ દેખાશે. અહીંની હરિયાળી ખતમ થઈ જશે.

યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના સંશોધક રોબર્ટ વોકરે ભવિષ્યવાણી કરી છે કે, 2064 સુધીમાં એમેઝોનના જંગલો ખતમ થઈ જશે. જંગલમાં વારંવાર લાગતી આગ, દુકાળ, બેફામ રીતે કપાતા વૃક્ષો આ માટે જવાબદાર હશે. એમેઝોનની સ્થિતિ બહુ ખરાબ થઈ ચુકી છે. 2020માં બ્રાઝિલના એમેઝોન જંગલોમાંથી એક દાયકામાં સૌથી વધારે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. 2020માં બ્રાઝિલમાં તેના કારણે 1200 સ્કેવર કિલોમીટર જેટલું જંગલ ખતમ થઈ ગયું હતું.

સામાન્યત: જંગલને દુકાળમાંથી બેઠું થતા ચાર વર્ષ લાગી જતા હોય છે.

એક અંદાજ પ્રમાણે એમેઝોનના 11 ટકા હિસ્સામાં વૃક્ષો કપાયા છે અને બીજો 17 ટકા વિસ્તાર આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ જ રીતે વૃક્ષો કપાતા રહ્યા તો જંગલની ઈકોલોજી પણ બદલાઈ શકે છે. બીજી તરફ કલાઈમેટ ચેન્જ પણ મોટો ભાગ ભજવી રહ્યુ છે. પશ્ચિમ એમેઝોનના કેટલાક હિસ્સામાં 1982 બાદ દર વર્ષે સાત ઈંચ જેટલો વધારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ જ્યાં વૃક્ષો વધારે કપાઈ રહ્યા છે ત્યાં વરસાદ ઓછો થઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તાર સૂકા રહે છે. એક જંગલને દુકાળમાંથી બેઠા થવા માટે ચાર વર્ષ લાગી જતા હોય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો