Last Updated on March 13, 2021 by
આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે. જમ્મુ આજે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે વાર્ષિક અમરનાથ યાત્રાને રદ કરી દેવામાં આવી હતી. જો કે, આ વર્ષે 28 જૂનથી આ યાત્રા શરૂ થશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
યાત્રિકો માટે ખાસ સુવિધા
આ યાત્રા 28 જૂનથી શરૂ થઈને રક્ષાબંધન સુધી ચાલશે. અહીં ઉલ્લેખનીય છે કે, અમરનાથની યાત્રાને લઈને દેશભરમાં ભક્તો છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી રાહ જોઈ રહ્યા છે. યાત્રિઓ માટે આ યાત્રાને સુવિધાયુક્ત બનાવવા માટે શ્રાઈન બોર્ડ તરફથી મોટા પાયે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
સુરક્ષા માટે વધુમાં વધુ જવાનો તૈનાત કરવામાં આવશે
યાત્રિઓને રહેવા અને ખાવા-પીવાથી લઈને તેમના માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો વળી યાત્રાની સુરક્ષા માટે વધુમાં વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ યાત્રાની અસર જમ્મુ કાશ્મીરમાં વેપાર પર પણ પડે છે. ત્યારે આ વર્ષે વેપારીઓને આ યાત્રાને લઈને સારી એવી આશા રાખીને બેઠા છે.
56 દિવસ સુધી ચાલશે આ યાત્રા
આ વર્ષની પવિત્ર યાત્રા 56 દિવસ સુધી ચાલશે અને આ માટે શ્રદ્ધાળુઓ 14 એપ્રિલથી નોંધણી કરાવી શકશે. પવિત્ર અમરનાથ યાત્રાના આયોજનને લઇને જમ્મુ-કાશ્મીર પ્રશાસન તૈયારીઓમાં જોડાઇ ગયું છે. સૂત્રો મુજબ આ વખતે યાત્રા માત્ર બાલટાલ રૂટ પરથી કરાવવાનો નિર્ણય લેવાયો છે. યાત્રાનો પારંપરિક માર્ગ પહલગામ, ચંદનવાડી, શેષનાગ, પંચતરણી થઇને જાય છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના ચેરમેન અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શનિવારે રાજભવન બોર્ડના સભ્યોની બેઠક કરી હતી. જેમાં યાત્રાના શિડ્યુઅલની સાથે અન્ય ઘણી બાબતો અંગે ચર્ચા થઇ હતી.
370 હટાવ્યા બાદ પ્રથમ વખત યોજાશે યાત્રા
ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અમરનાથ યાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરાવાશે. કોરોનાના કારણે ગત વર્ષે અમરનાથ યાત્રાને લઇને ઘણી ખેંચતાણ ચાલી હતી અને અંતે યાત્રાને રદ્દ કરવામાં આવી હતી. જોકે કેન્દ્ર સરકાર માટે પણ આ વર્ષની અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રાથમિક મુદ્દો રહેશે, કારણ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 350ને હટાવ્યા બાદ આ પહેલી યાત્રા યોજાઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ સુરક્ષા અર્થે જરૂરી પ્લાન તૈયાર કરી ચૂકી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31