Last Updated on March 22, 2021 by
નાણાંકીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું કે, ‘ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ના અનુસાર, એક એવો રિપોર્ટ ઓક્ટોબર 2019માં આવ્યો હતો કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ’13 લાખ ભારતીય ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડધારકોની જાણકારી ડાર્કનેટ ફોરમ પર ઉપલબ્ઘ છે.’ તેઓએ જણાવ્યું કે, ‘સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાને આની વિશે એલર્ટ કરવામાં આવેલ છે, આ રિપોર્ટ્સને વેરિફાઇ કરીને જરૂરી પગલાં ઉઠાવ્યાં છે.’
ડેબિટ કાર્ડથી ખોટી લેણદેણ થવા પર શું સરકાર વળતર આપશે?
એક સવાલમાં સરકારને પૂછવામાં આવ્યું કે, ‘જો ડેટા ચોરીના કારણે ગ્રાહકને નુકસાન થયું તો શું બેંક અથવા સરકાર તેની માટે વળતર આપશે.’ કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ‘ગ્રાહકની ભૂલ નહીં હોવા પર બેંક આનું વળતર આપશે. RBI એ ફ્રોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સ્થિતિમાં જવાબદારીઓ પર 6 જુલાઇ 2017ના રોજ એક ફ્રેમવર્ક જારી કરી હતી. જેના અનુસાર, ગ્રાહકની જવાબદારી ક્યાં નક્કી થશે.’
ગ્રાહકને કોઇ પણ પ્રકારનું નુકસાન નહીં થાય કે જો ભૂલ બેંક તરફથી થાય છે તો. જો ભૂલ ન તો બેંકની હશે ન તો ગ્રાહકની, તો સિસ્ટમમાં ક્યાંક ભૂલ થઇ હશે અને તેની જાણકારી ગ્રાહક ત્રણ જ કાર્યકારી દિવસની અંદર બેંકને આપી દે છે.
જે નુકસાન ખુદ ગ્રાહકની ભૂલથી થયું છે એવામાં ગ્રાહકે તમામ નુકસાન ખુદ જ ઉઠાવવાનું રહેશે, જ્યાં સુધી તે બેંકને આ લેણદેણની સૂચના આપે છે. જો ભૂલ ન તો ગ્રાહકની છે અને ન તો બેંકની છે પરંતુ સિસ્ટમની ભૂલ છે તો તેની સૂચના ગ્રાહક બેંકને 4થી 7 કાર્યકારી દિવસોમાં આપી દે છે, તો ગ્રાહકે વધારે 5000-25,000 રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડશે.
સરકારે શું ઉઠાવ્યા જરૂરી પગલાં?
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં સાઇબર સિક્યોરિટીને મજબૂત કરવા માટે અનેક પગલાં ઉઠાવ્યાં છે. તો અહીં જાણીશું તેનાં વિશે…
- CERT-In એ રિઝર્વ બેંક અને બેંકોની સાથે મળીને ફિશિંગ વેબસાઇટ્સને ટ્રેક કરીને તેને ડિસેબલ કરી દીધી છે.
- CERT-In લેટેસ્ટ સાઇબર એટેક અને તેના સમાધાનને લઇને સતત લોકોને સતર્ક કરી રહ્યાં છે.
- ઉત્તમ ઇન્ફોર્મેશન સિક્યોરિટી માટે કંપનીઓમાં હવે સિક્યોરિટી ઓડિટને જરૂરી કરવામાં આવ્યાં છે.
- સરકારના સાઇબર કેન્દ્ર સામાન્ય જનતા અને કંપનીઓને આવા માલવેયર પ્રોગ્રામ સામે નિપટવા માટે મફતમાં ટૂલ્સ ઉપલબ્ધ કરાવે છે.
- નેશનલ સાઇબર કો-ઓર્ડિનેશન સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જે સાઇબર સિક્યોરિટી સાથે જોડાયેલ એલર્ટ જારી કરે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31