GSTV
Gujarat Government Advertisement

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઇ આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીની વધી મુશ્કેલી! કોર્ટે જારી કર્યું સમન્સ, જાણો સમગ્ર મામલો

ગંગુબાઈ

Last Updated on March 25, 2021 by

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. આ ફિલ્મને લઇ સતત વિરોધ દર્શવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ફિલ્મની લીડ એક્ટ્રેસ અલિયા ભટ્ટ અને ડાયરેકટર સંજય લીલા ભણસાલી મોટી મુશ્કેલીમાં ફસતા દેખાઈ રહ્યા છે. ફિલ્મના રાઇટરને મુંબઈમાં મઝગામ કોર્ટે સમન્સ જારી કર્યું છે.

ફિલ્મને લઇ હાલમાં જ મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે ફિલ્મનું નામ બદલવાની માંગ કરી છે. એમનું કહેવું છે કે એમાં કાઠિયાવાડ શહેરની ઇમેજ ખરાબ થાય છે. હવે ફિલ્મને લઇ વધુ એક વિવાદ સામે આવ્યો છે.

આલિયા-સંજયને સમન્સ

એક રિપોર્ટ મુજબ, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી અને ફિલ્મના રાઇટરને મઝગામ કોર્ટે સમન્સ જારી કર્યું હતું. એટલું જ નહિ આ તમામથી 2021મેંના રોજ કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. એવામાં સ્પષ્ટ છે કે લોકોની મુસીબત વધવાની છે. હવે જોવાનું રહ્યું કે કોર્ટે સમન્સ પછી આલિયા અને સંજય પહોંચે કે નહિ. ફિલ્મ રિલીઝ પહેલા જ સતત મુસીબતમાં ઘેરાઈ રહી છે.

જણાવી દઈએ કે અરજીકર્તા(ગંગુબાઈ કાઠિયાવાડીનો દીકરો)એ આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં એમના પરિવારની બદનામી થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ખોટું બનાવવામાં આવ્યું છે.

જાણીએ સમગ્ર વિવાદ

સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું હતું. એમા કહેવામાં આવી રહ્યું છે કે લોકોનું માનવું છે કે ફિલ્મ દ્વારા કમીઠીપુરાના 200 વર્ષના વાસ્તવિક ઇતિહાસને ખરાબ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ અપમાનજનક, શરમજનક અને કમાઠીપુરાના રહેવાસીની ભાવનાને દુભાવા વાળું છે. કમાઠીપુરાના લોકોએ સામાજિક કલંકને હટાવવા માટે ઘણી મહેનત કરી છે અને આ ફિલ્મ કમાઠીપુરાની વર્તમાન અને ભાવિ પેઢી માટે ખુબ હાનિકારક છે. એવામાં હવે આ લોકો ફિલ્મના ખિલાફ પ્રદર્શન કરશે અને એના પર રોક લગાવી દેવાની માંગ કરી શકે છે.

શું સ્ક્રિપ્ટિડ છે વિવાદ

ભણશાલી

કમાઠીપુરાની સ્થિતિ શરૂઆતમાં ખુબ ખરાબ હતી. અહીં બાંગ્લાદેશથી છોકરીઓને લાવવામાં આવતી હતી અને એમની પાસે વૈશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. દરેકને આ વિસ્તારને જાણ છે કે જો ફિલ્મમાં કમાઠીપુરાનો ઉલ્લેખ આવ્યો તો એમાં શા માટે વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.

જયારે તમને ફિલ્મનું ટીઝર જુઓ છો તો એવું ક્યારે પણ નથી. એનાથી સપષ્ટ છે કે કમાઠીપુરાની ઇમેજ ફિલ્મમાં ખરાબ કરવામાં આવી રહી છે. જે રીતે આ નવા વિવાદ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી રહ્યી છે, એનાથી સ્પષ્ટ છે મુદ્દો પ્લાન્ડ છે. કયાસ એ છે કે આના દ્વારા ફિલ્મને ચર્ચામાં લાવામાં આવી રહી સહ જેથી વધુ લોકો એની સાથે કનેક્ટ થાય અને થીએટર સુધી જવા મજબુર થાય. આ પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિને લઇને પંબ વિવાદ થયો હતો. આ પહેલા પણ કેટલીક ફિલ્મમાં કમાઠીપુરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો