Last Updated on August 23, 2021 by
અક્ષય કુમાર તાજેતરમાં કોરોના પોઝિટિવ થયો હતો. કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી આપ્યાના એક દિવસ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. હવે તેમની દુઆ અને પ્રાર્થના પૂરી કામ કરી છે. અક્ષયની પત્ની અને પૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ એક કાર્ટૂન પોસ્ટ કરી અક્ષય કોરોના નેગેટિવ થઇ ઘરે પરત ફર્યા તરફ ઇશારો કર્યો છે.
ટ્વિંકલે કાર્ટૂન પોસ્ટ કરી લખ્યું છે કે સ્વસ્થ અને સુરક્ષિત… પાછા તેમને જોઇને સારુ લાગી રહ્યું છે. તેની સાથે જ તેણે #alliswell એટલે બધુ ઠીક છેનો ટેગ પણ કર્યો. અક્ષયના ફેન્સ આ પોસ્ટ જોઇ ખૂબ જ ખુશ છે. ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
ટ્વિટ કરી ફેન્સનો આભાર માન્યો
અગાઉ 5 એપ્રિલે અક્ષય કુમારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે સાત દિવસ સુધી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડ્યા પછી અક્ષયે વાઇરસને હરાવી દીધો છે. તેણે ફેન્સનો આભાર માનતા લખ્યું હતું કે તમારી પ્રાર્થનાઓ માટે આભાર. લાગે છે તે કામ કરી રહી છે, હું સ્વસ્થ છું. પરંતુ સાવચેતીના ભાગરૂપે મને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આશા કરું છું કે ટૂંક સમયમાં હું ઘરે પરત ફરીશ, તમારી સંભાળ રાખો.
અક્ષય રામ સેતૂની શૂટિંગ દરમિયાન કોરોના પોઝિટિવ થયો હતો
ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ થયા પહેલા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ રામ સેતૂની શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અક્ષય સિવાય ફિલ્મ રામ સેતૂના 45 જૂનિયર આર્ટિસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સિને એમ્પ્લોઇઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું હતું કે ‘રામ સેતૂ’ની ટીમ સાવચેતી રાખી રહી છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે જૂનિયર આર્ટિસ્ટ એસોસિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. તેઓ બધા ક્વાન્ટીન હેઠળ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31