GSTV
Gujarat Government Advertisement

હવે ફક્ત આટલાં રૂપિયામાં ક્યાંય પણ બેસી નિહાળો લાઇવ IPL, એરટેલ ગ્રાહકો માટે લાવ્યું છે સ્પેશિયલ પ્લાન

Last Updated on March 7, 2021 by

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 14મી સીઝનનો પૂરો શેડ્યુલ જાહેર કરી દીધો છે. ટુર્નામેન્ટની શરૂઆત 9 એપ્રિલથી થઇ રહી છે કે જ્યા પહેલાં મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને બેંગ્લોરની વચ્ચે ચેન્નઇમાં રમાશે જ્યાં ફાઇનલ મુકાબલાનું આયોજન 30 મે 2021ના રોજ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે. એવામાં અનેક એવાં યુઝર્સ છે કે જેઓ મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોવા ઇચ્છે છે. એવામાં આજે અમે તમારી માટે એરટેલની આવી જ એક સર્વિસના વિશે જાણકારી આપવા આવ્યાં છીએ.

IPL

એરટેલ પોતાના વપરાશકર્તાઓ માટે ખાસ આઈપીએલ દરમિયાન એક સ્પેશિયલ પ્લાન લઇને આવ્યું છે. આ યોજના અંતર્ગત, દરેક વપરાશકર્તા ગમે ત્યાં બેસીને આઇપીએલની દરેક મેચને લાઇવ જોઇ શકે છે. એરટેલના પ્રીપેડ પ્લાન યુઝર્સને અહીં 401 રૂપિયામાં હોટસ્ટારનું વીઆઇપી સબ્સ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનની કિંમત 400 રૂપિયાથી લઇને 2698 રૂપિયા સુધી છે.

401 રૂપિયાનો પ્લાન

401 રૂપિયાવાળા પ્લાનની જો વાત કરીએ તો અહીં તમને 28 દિવસની વેલિડિટી મળશે અને તમને દરરોજ 3 GB ડેટા મળશે. જેમાં તમને ડિઝની પ્લસ હોટસ્ટાર મળશે
.
વીઆઈપી વાર્ષિક સબ્સક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.

448 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાનમાં તમને દરરોજ 3 GB ડેટા મળશે, જેની માન્યતા 28 દિવસની રહેશે. આ સાથે આ પ્લાનમાં તમને ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઇપી વાર્ષિક સબ્સક્રિપ્શન, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને દૈનિક 100 SMS પણ ઉપલબ્ધ છે.

AIRTEL

599નો પ્લાન

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા મળશે, જ્યાં પ્લાનની વેલિડિટી 56 દિવસની રહેશે. મેચ માટે તમને ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઇપી વાર્ષિક સબ્સ્ક્રિપ્શન મળશે કે જે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજના 100 SMS પણ સાથે આવશે.

2698 રૂપિયાનો પ્લાન

આ એરટેલનો સૌથી મોંઘો અને અંતિમ પ્લાન છે. જેમાં તમને દરરોજ 2 GB ડેટા મળે છે. પરંતુ તેની માન્યતા 356 દિવસની છે. આ સાથે જ મેચ માટે તેમાં તમને ડિઝની પ્લસ હોટસ્ટારનું વીઆઇપી વાર્ષિક સબ્સક્રિપ્શન મળશે. આ સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS પણ મેળવી શકો છો.

તમને જણાવી દઇએ કે, જો તમે આમાંથી કોઈ પણ પ્લાન પસંદ કરો છો તો પછી તમે ડાયરેક્ટ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરીને તમારો ફોન નંબર અને ઓટીપી દાખલ કરીને સબ્સ્ક્રિપ્શનને સક્રિય કરી શકો છો. એક વાર એક્ટિવેટ થયા બાદ તમે આઇપીએલની તમામ મેચને ગમે ત્યાં બેસીને તેને લાઇવ નિહાળી શકો છો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો