Last Updated on April 4, 2021 by
કોરોનાના વધી રહેલા કેસો ઝડપથી વધી રહ્યા છે. ખાસકરી મહારાષ્ટ્રમાં ફરીથી ઉથલો મર્યો છે, જેના કારણે ત્યાં વીકેન્ડ દરમિયાન કર્ફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. વધતા કેસો વચ્ચે દરેક જગ્યાએ નિયમોનું પાલન કરાવવા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. મુંબઈ એરપોર્ટે આ દિશમાં એક ડગલું આગળ વધતા 1 હજાર રૂપિયાના દંડની શરૂઆત કરી છે. જો કોઈ પેસેન્જર કોવિડ માર્ગદર્શિકાનું પાલન નહીં કરે, તો સ્પોટ ફાઇન તરીકે 1000 રૂપિયા વસુલવાાં આવશે. આ નિયમ 1 એપ્રિલથી જ લાગૂ છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે DGCAએ તેને લઇ ગત અઠવાડિયે એરપોર્ટ તંત્રને જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ સંબંધિત નિયમોને લાગૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરે. સુનિશ્ચિત કરવામાં આવે કે કોઇ પણ સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન ન થતું હોય. શનિવારે DGCAના નિર્દેશો હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ આ દંડની જાહેરાત કરી છે. જો કોઈ પેસેન્જર કોવિડ સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો તેની પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તેથી એરપોર્ટ પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
નિયમનું પાલન નહીં કરવા પર પ્લેનમાંથી ઉતારી દેવામાં આવશે
માર્ચ મહિનામાં પણ DGCAએ કોવિડ ગાઇડલાઇન બહાર પાડી હતી. તેમાં DGCAએ જણાવ્યું હતુ કે જો કોઇ વિમાનની અંદર સરખી રીતે માસ્ક નહીં પહેરે અથવા કોવિડને લઇ જારી જરૂરી ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે, તો યાત્રી ડી-બોર્ડ થઈ જશે. આદેશમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટમાં પ્રવેશ અને બહાર નિકળવા સુધી માસ્ક પહેરવું જરૂરી છે. સાથે જ માસ્ક નાક ઉપર હોવું જોઇએ. તેના માટે એરપોર્ટ પર CISF અને અન્ય પોલીસ કર્મી તૈનાત કરાયા છે. જો કોઈ મુસાફરને વારંવાર ચેતવણી આપ્યા છતાંય પ્રોટોકોલનું ઉલ્લંઘન કરે છે, તો મુસાફરોને ‘અનરુલી પેસેન્જર’ ગણવામાં આવશે.
હવાઈ મુસાફરી દરમિયાન ફેસ માસ્ક જરૂરી
તેના અગાઉના આદેશમાં DGCAએ જણાવ્યું હતું કે જો હવાઈ મુસાફરો દરમિયાન ફેસ માસ્ક નહીં પહેરે તેઓને આગળની યાત્રાઓ માટે ‘નો ફ્લાઈ’ લિસ્ટમાં નાંખી દેવામાં આવશે. તેનો અર્થ એવી રીતે સમજો કે આ એક પ્રકારની બ્લેક લિસ્ટ પ્રણાલી છે. એવા મુસાફરો જે જાણીજોઈ હવાઈ મુસાફરી દરમિયાન ફેસ માસ્ક નહીં પહેરતા, તેઓેને કોઇ પણ એર લાઇન્સ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી નહીં આપવામાં આવે. દિલ્હી હાઈકોર્ટના 8 માર્ચના આદેશ પછી DGCA તરફથી આ ઓર્ડર આવ્યો હતો.
Also Read:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31