GSTV
Gujarat Government Advertisement

આબરૂની ધૂળધાણી/ AIADMKએ ફરી ભાજપને હડધૂત કર્યો, અમિત શાહને પણ નથી ગણકારાતા

Last Updated on March 24, 2021 by

તમિલનાડુમાં AIADMKએ ભાજપને ફરી એક વાર હડધૂત કરી નાંખ્યો છે. પલાનીસ્વામીએ અમિત શાહની વિનંતીને નકારીને શશિકલાના ભત્રીજાની પાર્ટીને પડખામાં લેવાનો ઈન્કાર કરીને ભાજપને મોટો આંચકો આપ્યો છે.

AIADMK

શશિકલાનો ભત્રીજો ટીટીવી દિનાકરન પોતાની પાર્ટી એએમએમકેનું AIADMKમાં વિલિનીકરણ કરવા તૈયાર છે પણ પલાનીસ્વામીએ તેમાં રસ નથી બતાવ્યો. દિનાકરને ભાજપના નેતાઓના માધ્યમથી એઆઈએડીએમકેની નેતાગીરીને મનાવવાની કોશિશ કરી હતી. તમિલ ફિલ્મ સ્ટાર વિજયકાન્તની ડીએમડીકે સાથે જોડાણ કરીને એએમએમકે ચૂંટણી લડી રહી છે. આ ઉમેદવારોને બેસાડી દેવાની પણ દિનાકરનની તૈયારી હતી.

અમિત શાહે પોતે ડીએમકેને રોકવા માટે શશિકલાનો સાથ જરૂરી હોવાનો મત વ્યક્ત કરીને પલાનીસ્વામીને વાત કરી હતી. શશિકલા હવે રાજકારણમાં નથી તેથી ભવિષ્યમાં નેતૃત્વને મામલે કોઈ વિખવાદ નહીં થાય એવી ખાતરી પણ શાહે આપી હોવાનું કહેવાય છે.

પલાનીસ્વામીએ શાહની વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખતાં ભાજપના નેતાઓને આંચકો લાગ્યો છે. પલાનીસ્વામીએ સ્પષ્ટ કર્યું કે, તમિલનાડુના રાજકારણમાં તેમને ભાજપ કે બીજા કોઈની પણ સલાહની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો