Last Updated on March 23, 2021 by
ચૂંટણી જીતવા માટે ઉમેદવારો અવનવા નખરા કરતા હોય છે. આવી જ એક ઘટના તમિલનાડુના નગાપટ્ટિનમ ખાતે નોંધાઈ હતી. ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ઓલ ઈન્ડિયા અન્ના દ્રમુક મુનેત્ર કડગમ (AIADMK)ના ઉમેદવાર થંગા કથિરાવન લોકોને નળ પર કપડા ધોતા જોઈને પોતાની જાતને રોકી નહોતા શક્યા અને ત્યાં બેસીને પોતે કપડા ધોવા લાગ્યા હતા.
Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed people’s clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/gvSgUy6UT6
— ANI (@ANI) March 23, 2021
ચૂંટણી જીત્યા બાદ તેઓ લોકોને વોશિંગ મશીન આપશે
AIADMKના ઉમેદવારના કહેવા પ્રમાણે ચૂંટણી જીત્યા બાદ તેઓ લોકોને વોશિંગ મશીન આપશે. તેઓ કપડા ધોઈ રહ્યા હતા તે સમયે તેમના સમર્થક પણ તેમના સાથે ઉપસ્થિત હતા. નેતાજી ખૂબ જ ચીવટપૂર્વક કપડા ધોવા લાગ્યા હતા અને તે સમયે સમર્થકોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
Tamil Nadu: AIADMK candidate Thanga Kathiravan from Nagapattinam washed clothes and promised to give washing machine after winning elections during campaigning yesterday. pic.twitter.com/orDGoRFUhn
— ANI (@ANI) March 23, 2021
લોકોને ત્યાંથી ખસેડીને તેઓ જાતે કપડા ધોવા લાગ્યા
AIADMKના ઉમેદવાર સોમવારે પોતાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. તે સમયે તેમણે લોકોને એક જગ્યાએ કપડા ધોતા જોયા હતા. બાદમાં લોકોને ત્યાંથી ખસેડીને તેઓ જાતે કપડા ધોવા લાગ્યા હતા. કથિરાવને ચૂંટણી જીત્યા બાદ તેઓ લોકોને વોશિંગ મશીન આપશે તેવું વચન આપ્યું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31