GSTV
Gujarat Government Advertisement

શું દેશમાં ફરીથી ટ્રેનો બંધ થશે? રેલવે બોર્ડના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું

Last Updated on April 9, 2021 by

કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે મુંબઈના 6 રેલવે સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. એવામાં લોકોના મનમાં પ્રશ્ન થઇ રહ્યો છે કે શું ફરીથી રેલવે સેવા બંધ કરી દેવામાં આવશે?

રેલવે

રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન સેવા ઘટાડવામાં પણ નહીં આવે અને તેને બંધ પણ નહીં કરાય. તેમણે જણાવ્યું કે જે લોકો ટ્રાવેલ કરવા ઇચ્છે છે, તેમના માટે ટ્રેનોની અછત નહીં સર્જાય. હું વિશ્વાસ અપાવું છું કે ટ્રેનોની અછત ક્યારેય નહીં સર્જાય. તેમણે જણાવ્યું કે રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકો છે. જો જરૂર પડશે તો ટ્રેનોની સંખ્યા વધારવામાં આવશે.

દેશમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ સમગ્ર દેશમાં હાલ વર્તાઈ રહ્યુ છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફરી એક વાર કોરોના કેસોમાં રેકોર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી 1 લાખથી વધારે કેસ સમગ્ર દેશમાં આવી રહ્યા છે. જે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે કેસો આવ્યા હોવાનું જણાઈ રહ્યુ છે.

છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધારે કેસ આવ્યા છે. 800થી વધારે લોકોના જીવ ગયા છે. જયારે 60 હજારથી વધારે લોકો સાજા પણ થયા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી દશ લાખ તરફ વધી રહી છે. અત્યારે આ આંકડો 9.74 લાખ સુધી પહોંચી ગયો છે.

રેલવે

મહારાષ્ટ્રમાં વિકટ પરિસ્થિતી

દેશમાં સતત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં સતત કોરોના વાયરસના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના 56,286 નવા કેસ નોંધાયા છે. તો આજે મહારાષ્ટ્ર 376 લોકોના મોત થયા છે. માત્ર મુંબઇની અંદર કોરોનાના 8,938 કેસ સામે આવ્યા છે અને 23 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 32 લાખ 29 હજાર 547 કોરોના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુઆંકની વાત કરીએ તો તે 57,028 પર પહોંચ્યો છે. ગઇ કાલે એટલે કે બુધવારે 59 હજાર 907 કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 47 હજાર 288 લોકોને કોરોના કેસ સામે આવ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો