GSTV
Gujarat Government Advertisement

પ્રેમ આંધળો બન્યો: નવી નવી પરણીને આવેલી મામી ભાણેજને લઈને ભાગી ગઈ, લગ્નને હજૂ એક મહિનો પણ નથી થયો

Last Updated on March 19, 2021 by

કહેવાય છે કે, જ્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય, ત્યારે સારુ-ખરાબ કંઈ દેખાતુ નથી. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને લૂણો લગાડતો કિસ્સો બન્યો છે. આ ઘટના માંઝા વિસ્તારની છે. જ્યાં હાલમાં જ નવી નવી પરણીને આવેલી એક દુલ્હનને તેના ભાણેજ સાથે પ્રેમ થઈ ગયો હતો. લગ્નના થોડા જ દિવસોમાં વિવાહીત મહિલા ભાણેજ પ્રત્યે એ રીતે મોહિત થઈ ગઈ કે, તેને લઈને ભાગવાનો વિચાર કરી નાખ્યો. એટલુ જ નહીં, એક દિવસ મોકો મળતા બંને ફરાર પણ થઈ ગયા. ત્યારે હવે મામી-ભાણેજની આવી કરતૂત આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભાણેજ સાથે ફરાર થઈ મામી

તો વળી આ મામલો સામે આવ્યા બાદ પીડિતા મામાએ પોતાના ભાણેજ સહિત ચાર લોકો પર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટના માંઝા વિસ્તારમાં આવેલા સુરવનિયા ગામના રહેવાસી રાકેશ શર્મા સાથે જોડાયેલી છે. કહેવાય છે 22 ફેબ્રુઆરીના રોજ રાકેશ શર્માના લગ્ન તે જ વિસ્તારમાં આવેલા હરપુર ગામના રહેવાસીની એક દિકરી સાથે ધામધૂમથી થયા હતા. બંને હજૂ તો લગ્નને લઈને પોતાની નવી જીંદગીના સપના જોઈ રહ્યા હતા. લગ્નના એક જ અઠવાડીયામાં દુલ્હનના જીવનમાં ભાણેજનો પ્રવેશ થયો.

પીડિત પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આરોપ છે કે, રાકેશની ગેરહાજરીમાં બરૌલીનો રહેવાસી ભાણિયો પોતાના અમુક સાથીદારો સાથે તેની મામીને મળવા આવતો હતો. આ દરમિયાન મામી અને ભાણેજની આંખો મળી ગઈ અને એક દિવસ મોકો જોઈને બંને ફરાર થઈ ગયા. રાકેશ હાર્ડવેરની દુકાન ચલાવે છે. ત્યારે હવે પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો