Last Updated on March 17, 2021 by
બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલ બાદ હવે પબ્લિક સેકટરની જનરલ ઈંશ્યોરન્સ અને ભારતીય જીવન વીમા નિગમના કર્મચારી બુધવારે (17 March) અને ગુરુવારે (18 March)હડતાલ કરશે. આ ઈંશ્યોરન્સ કંપનીઓના યૂનિયન લીડર્સે જણાવ્યુ કે, નોન-લાઈફ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ સેકટરના યૂનિયન એક જનરલ ઈંશ્યોરન્સ કંપનીના ખાનગીકરણ, વીમાક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણની સીમાને વધારીને 74 ટકા કરવા અને ઈનિશિયલ પબ્લિક ઓફર દ્વારા LIC ના શેરોમાં વિનિવેશના વિરોધમાં હડતાલ કરશે.
જનરલ ઈન્શ્યોરન્સ ઓલ ઈન્ડિયા ઈમ્પલોયઝ (GIEAIA)મા મહાસચિવના ગોવિંદને કહ્યુ કે, જનરલ ઈંશ્યોરન્સ સેકટરમાં તમામ યૂનિયનોએ ઈન્સ્યોરન્સ સેકટરમાં FDIની સીમાને 74 ટકા સુધી વધારવા, એક કંપનીનુ ખાનગીકરણ કરવા વિરુદ્ધ અને 4 કંપનીઓના વિલય તેમજ વેતનમાં સંશોધન પર જલ્દી નિર્ણય લેવાની માંગને લઈને બુધવારે હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે.

આ છે હડતાલનું કારણ
ઓલ ઈન્ડિયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (એઆઈઆઈઆઈએ) ના જનરલ સેક્રેટરી શ્રીકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે, બીજી તરફ LICની યુનિયન એફડીઆઈની મર્યાદાને આઇપીઓ દ્વારા LICમાં હિસ્સો ઘટાડવા અને પગારમાં સુધારો કરવાની માંગ સામે 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની રહેશે. ગુરુવારે હડતાલ કરશે મિશ્રાએ કહ્યું કે એલઆઈસી મેનેજમેન્ટે ચાર રાઉન્ડની વાટાઘાટો બાદ પગારમાં 16 ટકાનો વધારો કરવાની ઓફર કરી છે.
અખિલ ભારતીય કર્મચારી મંડળ (એઆઈઆઈઆઈએ) ની સ્થાયી સમિતિ (જનરલ ઇન્શ્યોરન્સ) ના સેક્રેટરી સંજય ઝાએ કહ્યું કે, અમે નવી પેન્શન સિસ્ટમ નાબૂદ કરવાની અને જૂની પેન્શન સિસ્ટમ ફરીથી અપનાવવાની માંગણી કરી છે. અમે પણ પગાર ધોરણના સુધારણા અંગે ઝડપી નિર્ણય લેવાની માંગણી કરીએ છીએ.

17 માર્ચે બમધ રહેશે ઈન્શ્યોરન્સ કંપનિઓની ઑફિસ
National insurance, Oriental insurance,United insurance અને New India Insurance સહિત ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રીઝના તમામ ઑફિસ 17 માર્ચે બંધ રહેશે. 4 કંપનીઓની 7500થી વધારે શાખાઓ છે. અને કૂલ કર્મચારી સંખ્યા 60 હજારથી વધારે છે. આ વચ્ચે નેશનલ ઈન્શ્યોરન્સ કંપનીના વીમા કર્મચારીઓ અને અઘિકારીઓએ બૂધવારે સંયૂક્ત રૂપથી હડતાલથી બહાર નિકળવાનો નિર્ણય કર્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
