Last Updated on March 14, 2021 by
હાથ ઉંચો કરોને બસમાં બેસો…તમે આવુ સ્લોગન તો ઘણી જગ્યાએ જોયુ હશે, પણ શું તમે એવું ક્યારેય વિચાર્યુ છે કે, હાથ ઉંચો કરોને પ્લેનમાં બેસો, જો કે, આવી ઐતિહાસિક ઘટના ભારતમાં જ બની છે અને એ પણ ઉત્તરપ્રદેશમાં આ ઘટના ઘટી છે. રામનગરી અયોધ્યામાંથી આ મામલો સામે આવ્યો છે. અહીં રન વે પર દોડી રહેલા પ્રાઈવેટ પ્લેનને લોકોએ હાથ ઉંચો કર્યો, કેમ જાણે લોકલ બસ રોકી રહ્યા હોય, સૌથી અગત્યની વાત તો એ છે કે, આવી રીતે લોકોને હાથ ઉંચો કરી જોતા પ્લેન પર રોકાઈ જાય છે.
અડધો કલાક લેટ હોવાની કારણે ઉડવાની તૈયારીમાં હતું વિમાન
હકીકતમાં જોઈએ તો, પહેલા તો એક પ્રાઈવેટ પ્લેન મુસાફરોને લઈને અયોધ્યા જિલ્લાની હવાઈ પટ્ટી પર પહોંચ્યું. અહીં નક્કી થયુ કે, આ પ્લેન પાછુ સાંજે 5.30 કલાકે જશે. જો કે, ખૂબ રાહ જોવા છતાં પણ મુસાફરો આવ્યા નહીં. પાયલોટે અડધો કલાક સુધી રાહ પણ જોઈ, બરાબર આજ સમયે હવાઈ પટ્ટી પર મુસાફરોની કાર આવી પહોંચી. તેમાંથી ઉતરી લોકોએ રન વે પર બસને હાથ ઉંચો કરતા હોય તેમ પ્લેનને પણ રોકવા માટે હાથ લાંબો કર્યો.વિમાન હજૂ ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યુ હતું ત્યાં પાછુ આવ્યું. ત્યાર બાદ મુસાફરોને બેસાડીને ફરી વાર વિમાન હવામાં છૂમંતર થઈ ગયું.
હાથ લાંબો કરી સિગ્નલ આપ્યું
આ ઘટના ગત શનિવારની છે. જ્યાં અયોધ્યા પહોંચેલા વાસ્તુદીપ ખુશદીપ બંસલ રામજન્મ ભૂમિનું નિરીક્ષણ કરવા માટે સવારે પ્રાઈવેટ પ્લેનથી અયોધ્યા પહોંચ્યા હતા. તે જ સમયે સાંજે 5.30 કલાકે દિલ્હી જવાનું હોવાની વાત પાયલોટે કરી. પાયલોકે 5.00 વાગ્યે જ ખુશદીપ બંસલને ફોન પર વાત કરી 5.30 કલાકે ઉડાન ભરવા માટે તૈયાર હોવાનું જણાવ્યુ હતું. જો કે, વાસ્તુદીપ સમયસર ત્યાં પહોંચી શક્યો નહોતો. પાયલોટે અડધો કલાક રાહ પણ જોઈ. જો કે ખૂબ રાહ જોઈ અને અંધારૂ થતાં પાયલોટે વિમાન ઉડાવાનું વિચાર્યું. વિમાન જેવું રન વે પર દોડવા લાગ્યુ કે, ખુશદીપ આવી પહોંચ્યો. તેણે હાથ લાંબો કરી વિમાન રોકવા સિગ્નલ પણ આપ્યું. પાયલોટે વિમાન ઉભુ રાખ્યું અને આ ભાઈને લઈ દિલ્હી જવા માટે વિમાન ઉડ્યુ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31